________________
વાણીનો સિદ્ધાંત
उ६८
૩90
વાણીનો સિદ્ધાંત
ના થાય એવી પક્ષપાતી વાણી ના હોય ત્યારે એક, બે, ત્રણ અવતારમાં જઈ શકે એ મોક્ષે અને જ્યાં સુધી પક્ષપાતી છે ત્યાં સુધી મોક્ષને માટે હજુ સો અવતારે ય ઠેકાણું નથી. પક્ષમાં પડે એટલે બીજા પક્ષને “આ તમારું ને આ અમારું' કહ્યું, એટલે ભલીવાર આવે નહીં. નિષ્પક્ષપાતી હોવું જોઈએ.
જ્યાં વીતરાગ વાણી હોય, જે તરેલાં હોય અને મોક્ષદાતા પુરુષ હોય, મોક્ષનું દાન આપવા આવ્યા હોય, એમને પૂછીએ ‘તમે મોક્ષનું દાન આપવા આવ્યા છો ?” ત્યારે કહે ‘હા’ તો ત્યાં બેઠેલા કામના.
અને વીતરાગ વાણી સિવાય કોઈ તર્યો નથી. વીતરાગ વાણી જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પક્ષપાતી વાણી ચાલે નહીં.
પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં વીતરાગી વાણીનો ઉલ્લેખ બતાવે કે વીતરાગ વાણી આમ છે.
દાદાશ્રી : શાસ્ત્રમાં તો વીતરાગ વાણી હોય, ગમે તે હોય પણ અહીં કોઈ માણસ વીતરાગી વાણી બોલે તો તે સર્વમાન્ય હોય. ફરિયાદીને ય કબૂલ હોય અને આરોપીને ય કબૂલ હોય. વીતરાગ વાણી સર્વમાન્ય હોય.
ભગવાનની વાણી સર્વમાન્ય હોય. કારણ કે એ વીતરાગની વાણી છે. અત્યારે કોઈ સંસારમાં ય જરાક નિષ્પક્ષપાતી વિચારનો હોય, ભલે જ્ઞાની ના હોય, તો ય માન્ય હોય લોકોને. છતાં એને વીતરાગ ના કહેવાય
વીતરાગ વાણીથી જ મોક્ષ !
વીતરાગ વાણી સિવાય મોક્ષનો માર્ગ બીજો કોઈ નથી. આ બીજી બધી રાગી-દ્વેષી વાણી કહેવાય, વીતરાગ વાણી ના કહેવાય. વીતરાગ અને વીતરાગ વાણી સિવાય બંધન છોડાવનાર માર્ગ નથી. વીતરાગ, જેને કંઈ પણ લેવાદેવા નથી, કંઈ પણ સંસાર જોડે રાગ-દ્વેષ નથી, એ જ છોડાવે. બાકી પોતાને કંઈક જરૂર હોય, કંઈક ઈચ્છા હોય કે રાગ હોય, એ શું છોડાવે ?
રાગ-દ્વેષવાળી વાણી કેવી હોય કે સગા ભાઈને માન આપીને ના બોલાવે અને ડૉકટરને ‘આવો સાહેબ, આવો સાહેબ’ કરે. કારણ કે મહીં ઘાટમાં છે કે ક્યારેક કામ લાગશે. અમારી વાણી વીતરાગી હોય. વીતરાગ વાણી શું કહે છે કે, “તું તારું કામ કાઢી લેજે, અમારે તારું કામ નથી.” વીતરાગી વાણી કામ કાઢી ઉકેલ લાવવાનું કહે છે. “મોક્ષ હાથમાં લઈને અહીંથી જા.” એમ કહે છે.
આ વાણી રાગ-દ્વેષ વગરની છે, વીતરાગ વાણી છે. આ વાણી સાંભળે અને જો ધારણ કરે તો તેનું કલ્યાણ જ થઈ જાય. આ વાણી જો ધારણ કરે ને, તો બધો રોગ જુલાબ વાટે નીકળી જાય ! અવગુણોનાં જે પરમાણુ છે ને, એ બધાં જુલાબ વાટે નીકળી જાય !
અહીં જૈનને જુદાઈ નથી લાગતી, શીવધર્મવાળાને જુદાઈ નથી લાગતી. મુસલમાનોને જુદાઈ નથી લાગતી. પારસીઓને જુદાઈ નથી લાગતી.
તીકળી પરમાત્માને સ્પર્શીત.. પ્રશ્નકર્તા : અહીં આ જ્ઞાન લીધા પછી હવે પુસ્તકો એટલાં બધાં સજ્જડ બેસી જાય છે.
દાદાશ્રી : હા, હવે બધું સમજાય.
પ્રશ્નકર્તા : આપની પાસેથી જે અમને જ્ઞાન મળ્યું એ વૈખરીનું જ મળ્યું. શબ્દોથી જ મળ્યું. પણ જો શબ્દોથી જ મળતું હોય જ્ઞાન, તો પુસ્તકમાં ય શબ્દો જ છે, આપ પણ શબ્દોથી જ આપો છો. તો પુસ્તકમાં એવો કયો દોષ છે અથવા કઈ ત્રુટિ છે કે જ્ઞાન મળતું નથી ?
દાદાશ્રી : એવું છે ને, પુસ્તકનું જ્ઞાન, એ તો પુસ્તક તો પોતે જ જડ અને એ શબ્દો ય જડ. આ વાણી તો ભગવાનને સ્પર્શ કરીને નીકળે છે. પુસ્તકની વાણી ભગવાનને સ્પર્શ ના કરેને ! વચન બળવાળી પાછી. એટલે આ વાણી જુદી છે, વીતરાગ વાણી કહેવાય. વાણી સંપૂર્ણ જડ છે. પણ અમારી વાણી ચેતન પ્રગટ પરમાત્માને સ્પર્શનિ બહાર નીકળે છે,