________________
વાણીનો સિદ્ધાંત
૪૨૭
૪૨૮
વાણીનો સિદ્ધાંત
એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકાં ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું શું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે.
ત વાગે વેણ, વિતા વાંક ! પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?
દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો એવો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે.
હવે એ આપણી ભૂલ છે, માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ એને સબુદ્ધિ આપજો. એટલે જ કહેવું, કારણ કે એ નિમિત્ત છે.
દાદાશ્રી : કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે આ મને કેમ અવળું બોલે છે ?” એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચુકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગુંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે ?
જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં, ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ.
ભેગાં થયાં તે આપણા જ હિસાબો ! કોઈ કહેશે, “આમની જોડે મારે અત્યારે કંઈ લેવાદેવા જ નથી. તો ય એ કેમ ગાળો દઈ ગયો ?” તે અત્યારના ચોપડાની લેવાદેવા ના હોય તો પાછલા ચોપડાનો હિસાબ હશે, ને એને ત્યાં જમે કરાવ્યા વગર એમ ને એમ તમારે ત્યાં કોઈ જમે કરાવે નહીં.
અનાદિકાળથી ચોપડાનો વહીવટ ચાલુ છે. પાછલા ચોપડાના આ ચાલુ હિસાબ હોય છે. જુઓને, આ સાસુને અને વહુને ઓળખાણે ય નથી હોતી, ને બેઉ ભેગા થયા પછી ચાલે છે ને ?! પહેલાં તો ઓળખાણે ય નહોતી. સાસુએ વહુનું મોટું ના જોયેલું હોય, વહુએ સાસુનું મોટું ના જોયેલું હોય. તે પાછા વહુ પહેલે દહાડે આવે છે ને, ત્યારે શું કહેશે ? ‘આટલી જણસ આપો તો જ મોટું દેખાડીએ.’ એટલે જણસ આપે ત્યારે મોટું દેખાડે. પછી ઓળખાણ પડે કે આ તો આપણી ધીરધારવાળું સત્તાણું નંબરનું ખાતું છે. પછી લેવાદેવાનું ચાલુ કરે. એટલે પહેલે જ દહાડે જણસ તોલે. અને આ લોક રાજીખુશી થઈને આપે બધું. એટલે આ વગર ઓળખાણે જુઓને, બધું ખાતું ચાલુ જ છે ને !
એટલે વાતને ટૂંકમાં સમજી લેવાની છે, કે નહીં લેવા નહીં દેવા, છતાં આ તો બધો આપણો હિસાબ જ છે. આ “જ્ઞાન” જે આપ્યું છે ને, એમાં
ખાતાં ઊડાડો, કરી જમા, ત ઉધારી ! આપણું વિજ્ઞાન ચોખ્ખચટ છે. કોઈ ઉપરી છે નહીં. કોઈની આપણામાં ડખલ નથી, એવું આ જગત છે. આ ડખલ દેખાય છે, એ બ્રાંતિ છે. બાકી આપણો કોઈ ઉપરી છે જ નહીં. ત્યારે ઉપરી કોણ ? પોતાની બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ. પોતાના સ્વરૂપનું ભાન નહીં, તે બ્લન્ડર્સ કહેવાય. એટલે હવે મિસ્ટેક્સ રહી ફક્ત. હવે ભૂલનાં પરિણામ ભોગવવાનાં રહ્યાં.
અમે શું કહેવા માગીએ છીએ ? કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો, ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં.
પ્રશ્નકર્તા : નવી રકમ ધીરવી કોને કહો છો ?