________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : નોંધ જ આ દુનિયામાં નકામી છે. નોંધ જ આ દુનિયામાં નુકસાન કરે છે. કો'ક બહુ માન આપે તે નોંધ ના રાખીએ. અને કો'ક ગાળો ભાંડે, તમે નાલાયક છો, અનફીટ છો. તે સાંભળી ને નોંધ નહીં રાખવાની. નોંધ એણે રાખવી હોય તો રાખે. આપણે આ પીડા ક્યાં લઈએ પાછી ?! ચોપડા-બોપડા લાવીને પાછી નોંધો રાખવા માંડીએ !! નોંધવહી ને એ બધું એ કર્યા કરે. જેને ખાતાવહી રાખવી હોય તે, આપણે તો નોંધીએ નહીં, તેને જે બોલવું હોય તે બોલે. કારણ કે એ આગલા હિસાબ હશે તો જ બોલાશે, નહીં તો બોલાશે નહીં.
૫૧૯
છોકરાનો અહંકાર જાગૃત થાય એટલે સામો જવાબ આપેને. જ્યાં સુધી અહંકાર છે નહીં, ત્યાં સુધી એનાં પગ પહોંચતા નથી, ત્યાં સુધી એ પોતાનુ ધારેલું કરે નહીં. મોટો થયો, એટલે પોતાનું મન ધાર્યું કરેને, આપણું માને ખરો ?
પ્રશ્નકર્તા : માને નહીં, ત્યાં સુધી એ બરોબર. પણ પછી તો દોષો કાઢે આપણાં.
દાદાશ્રી : હા, દોષો કાઢે. જેણે મોટો કર્યો, જેનું એ કર્યું. તે બધાંનાં દોષો કાઢે. તે વખતે કેવી દશા થતી હશે ? કોઈનું અપમાન ના સહન કરેલું હોય ને તે વખતે છોકરો સામું બોલે તો શું થાય ?
પ્રશ્નકર્તા : આપણામાં દોષ હોય અને દોષ બતાવે, એમાં ખોટું શું ? દાદાશ્રી : એ ખોટું નહીં. ખોટું તો કશું હોતું નથી. પણ સહન ના થાય માણસને. છોકરાં કે વહુ દેખાડે તે માણસથી સહન થાય નહીં. પ્રશ્નકર્તા : એ વખતે જાગૃતિ રાખવી જોઈએ કે આ મારામાં દોષ છે, ને કહ્યો.
દાદાશ્રી : ના. એ જાગૃતિ રાખે તો ય ઊડી જાય. કારણ કે બીજા બહારનાં માણસ જોડે જાગૃતિ રાખે, પણ એનાં ઘરનાં માણસ જોડે જાગૃતિ રહે નહીં. કારણ કે ‘હું એનો બાપ છું.’ એ તો ખ્યાલમાં ભૂલી જાય કે ? ‘હું એનો બાપ છું.’ એ ભૂલી ના જાયને ? એ તો તમારે અનુભવ થાય ત્યારે ખબર પડે.
૫૨૦
વાણીનો સિદ્ધાંત
સાંભળો શબ્દો ફિલ્ટર કરીને !
વહુ જાણે કે સસરા પેલા રૂમમાં બેઠાં છે. એટલે વહુ બીજા જોડે વાત કરે કે ‘સસરામાં જરાક અક્કલ ઓછી છે.’ હવે આપણે તે ઘડીએ ત્યાં આગળ ઊભા હોય તો આપણને આ સાંભળવામાં આવે. તો આપણી મહીં એ રોગ પેઠો. તો ત્યાં આપણે શો હિસાબ કાઢવાનો કે આપણે પેલા રૂમમાં ત્યાં બેઠા હોત તો શું થાત ? તો કશો રોગ ઊભો ના થાત. એટલે અહીં આવ્યા તે ભૂલનો રોગ છે ! આપણે એ ભૂલ ભાંગી નાખીએ. આપણે એમ માનોને કે ત્યાં જ બેઠા હતાં. ને આ નહોતું સાંભળ્યું એટલે એ ભૂલ ભાંગી નાખીએ.
મહાવીર ભગવાનની ય પાછળ તો લોકો બોલતા હતા. એ તો બોલે લોક. આપણે આપણી ભૂલ ભાંગી નાંખવી. એને ફાવે એવું બોલે અને આપણા કર્મના ઉદય હોય, તો જ એનાથી આવું બોલાય. આપણા ઉદય રાશી હોય તો જ બોલાય.
આપણે સાંભળી ગયા કે વહુ આપણી માટે અક્કલ વગરનાં છે’ એવું બોલી. તો ય આપણે જાણીએ કે આ તો આવું જ ચાલવાનું છે. આપણે કોઈકને ઘરે રહેવા ગયા હોય, ને કોઈકનાં છોકરાની વહુ હોય તો આપણે ચલાવી લઈએ કે ના ચલાવીએ ? એવું જ અહીં માની લેવાનું. નહીં તો આનો ક્યારે પાર આવે ? આ સોનું ચોખ્ખું થાય નહીં ને દહાડો વળે નહીં. એના કરતાં છાશીયું ને છાશીયું રહેવા દેવું. આ સોનું કોઈ દહાડો ચોખ્ખું થાય નહીં. આજે આપણે ગાળીને લગડી મૂકીએ તો ય પાછી કાલે હતી તેવી ને તેવી થઈ જાય અને આ તો બધું હિસાબ અમે જોઈને બેઠેલા, અનંત અવતારથી હિસાબ ખોળી કાઢેલો. એટલે અમને તો ભાંજગડ જ ના થાયને આની ! અને અમને તો તરત કીમિયા જડે. અમારી પાસે લાખો ચાવીઓ હોય !
આપણું થર્મોમીટર, આપણા ઘરતાં જ !
આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું ‘થર્મોમીટર' છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો