________________
વાણીનો સિદ્ધાંત
- ૩૧
વાણીનો સિદ્ધાંત
જો બોલનારાને જાણી જાવને, તો તમારો અહંકાર ના રહે. આ તો ટેપરેકર્ડ બધી અંદર ગોઠવાયેલી છે. પણ મનમાં આમ ‘હું બોલ્યો’ એમ માને છે. હા, એનું નામ ભ્રાંતિ અને ભ્રાંતિથી ઊભું રહ્યું છે આ જગત.
અને હાર્યા ત્યારે... ‘આ હું બોલું છું, હું આ કરું છું,’ એ તો ખાલી ‘હું'નો વળગાડ છે, ભૂતનો વળગાડ પેઠો એટલું જ છે. ‘તમે સારું બોલ્યા” એવું સાંભળતાંની સાથે જ ‘હું, હું ચોંટી પડે. ‘હું કેવું સરસ બોલ્યો !” તે સારું બોલે, તેનો જશ ખાય. ત્યારે અલ્યા, ખરાબ બોલતા હશો, માટે તમે સરસ બોલ્યા ને ? તો ખરાબ લાગે, તે ઘડીએ કોણ બોલતું હશે ?
આ વકીલો ય કોર્ટમાં બોલીને પેલા અસીલને જિતાડે ને પછી પાછા કહે, “મેં કેવું પ્લીડિંગ કર્યું હતું ! તે સાંભળ્યું હતું ને ?” ત્યારે પેલો કહેશે, ‘હા, સાહેબ. બહુ સરસ પ્લીડિંગ કર્યું હતું.’ એટલે વકીલે યા ગર્વરસ લે. પણ આ ટેપરેકર્ડ બોલે છે, તેમાં શું રોફ મારે છે ?!
તે એક વકીલ એના અસીલને કહે છે, “મેં તને આજે જિતાડ્યો.” ત્યારે અસીલ કહે છે, “સાહેબ, થેંકસ.' ત્યારે વકીલ કહે છે, “ખાલી થેંકસ ?!' ત્યારે પેલાએ ત્રણસો રૂપિયા વધારે આપ્યા. અને પછી બીજો કેસ હતો ને, તેમાં હારી ગયા. હારીને પાછા આવ્યા ત્યારે પેલા અસીલ કહ્યું કે, “સાહેબ, હવે થેંકસ આપવાનું કે તમને ?” ત્યારે વકીલ કહે છે, ના. તું હારી ગયો. તારું નસીબ વાંકું છે.'
લે ! અવળું પ્લીડિંગ થાય ત્યારે આવું કહેશે. અને સારું પ્લીડિંગ થાય ત્યારે “મેં કર્યું. હું બોલ્યો’ કહેશે. જશ ખાવાની ભાવના ! અપજશના કામી થવું નથી. જશના કામી !! જીતે ત્યારે ગર્વ લઈ લે અને હારે ત્યારે આવું અવળું બોલે.
અને સાહેબ, તે દહાડે તમારું નસીબ સારું હતું, તે ત્રણસો મળી ગયા (!) અને આજે મારું નસીબ વાંકું થઈ ગયું ? હારે ત્યારે ‘તમારું નસીબ ફૂટલું છે' એવું વાંકું બોલે કે ના બોલે ?
પ્રશ્નકર્તા : બોલે.
દાદાશ્રી : જો વિરોધાભાસ વર્તન ! આને જીવન જ કેમ કહેવાય ?! અને નસીબ જ હોય તો વકીલ ક્યાં ગયા ? જીતવામાં વકીલ હતા અને હારવામાં વકીલ નહીં ? કે નસીબ ? મોટાં જિતાડનારા આવ્યા ! જિતાડનારા તો ફરી હરાવે નહીં ને ! તો અલ્યા, તું બોલતો હતો કે બીજો કોઈ બોલતો હતો ? અને નસીબને શું કરવા જુએ છે ? આ તો ટેપરેકર્ડ છે. પણ બિચારાને ખબર નથી કે આ જીત્યો હતો તે ય ઓરિજિનલ ટેપરેકર્ડથી અને હાર્યો તે ય ઓરિજિનલ ટેપરેકર્ડથી.
સાચી-ખોટી બેઉ ટેપમાં, જ્ઞાતી તિર્લેપ ! પ્રશ્નકર્તા : આપ બહુ સુંદર દ્રષ્ટાંત આપો છો.
દાદાશ્રી : મેં નથી આપ્યા. આ તો ટેપરેકર્ડ આપે છે. આ ઈનામ મને ના આપતા. આ ટેપરેકર્ડ બોલે છે. હું ય ખુશ થઈ જાઉં છું કે ઓહોહો ! આજ ટેપરેકર્ડ સરસ વાગી.
પ્રશ્નકર્તા : આ ટેપમાં અજાયબ ભર્યું છે.
દાદાશ્રી : પણ એવું નીકળે તો લોકો પ્રેઝેન્ટ મને આપે. આ જવાબ અંબાલાલભાઈ આપતા નથી, આ ટેપરેકર્ડ આપે છે. અમે આનો ગર્વ લઈએ નહીં કે ‘કેવું સારું બોલ્યો” ને એવું તેવું. કારણ કે મારી વાણી નથી, પછી મારાથી બોલાય જ કેમ કરીને ? એટલે રેકર્ડ સારી વાગે તો ય એનો હું માલિક થતો નથી. અને આ રેકર્ડ તો લોક વખાણ કરે એવી જ હોય ને ? પણ એના માલિક ના થઈએ અમે. માલિક થઉં તો પોઈઝન થઈ જાય. અમે તો જવાબદારી જ નથી લેતાં ને, એની.
ઘણાં ફેરા તો આ ટેપરેકર્ડ સાંભળીને હું પણ ખુશી થઈ જાઉં અને બીજું સાંભળીએ તો ય અમે નાખુશ ના થઈએ અને તમે બધા નાખુશ થઈ જાવ. તે આમ નાખુશ તો તમે થતા નથી પણ જરા કાચું પડી જાય. પછી સમું કરો. ત્યારે સાંભળો તે ઘડીએ પહેલાં તો કાચું પડી જાય. તે ઘડીએ કહે કે દાદા, કેમ આવું બોલ્યા ? એટલે અમારે કહેવું પડે કે આ ટેપરેકર્ડ બોલે છે.