________________
વાણીનો સિદ્ધાંત
૪૫૫
૪૫૬
વાણીનો સિદ્ધાંત
કાયાની ક્રિયા થાય તો ય તું કલ્પાંત ના કરીશ. તું ભાવ ફેરવ.
ટકોર થઈ જાય, તેનું શું ? પ્રશ્નકર્તા : આપે વાણી પરસત્તા કહી, વાણી પરાધીન છે કહ્યું. તો આપણે નિશ્ચય કરીએ કે આની જોડે ખરાબ બોલવું જ નથી આપણે. ભલે ગમે એટલી ચીકણી ફાઈલ હોય, તો એ કોડ નાનો થઈ જાય ખરો ?
દાદાશ્રી : એ તો આપણે એમ કહેવું, ખરાબ બોલાય ત્યારે કે ‘ચંદુભાઈ પ્રતિક્રમણ કરો' અને પછી ‘ચંદુભાઈને શું કહેવું કે, હવે ફરી આવું ખરાબ નહીં બોલો. એટલે એમ કરતાં કરતાં રાગે આવી જશે. પણ કહેવું તો પડે જ. ટકોર ના કરીએ ત્યારે તો અભિપ્રાય એક થઈ ગયો ! અભિપ્રાય જુદો જ રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા: ઘણી વખત એવું થાય છે કે આપણે ટકોર કરીએ તો ફરી પાછું સુધરી જાય છે. પછી ફરી પાછી આવી ભૂલ થતી નથી. અને ઘણી વખત ગમે એટલા સ્ટ્રોંગ નિશ્ચયથી પોતે ટકોર કરે, પ્રત્યાખ્યાન કરે, તો ય પાછી એવી ભૂલ્લ થાય જ છે.
દાદાશ્રી : થાય છે એમાં પૂર્વકર્મનો દોષ છે. આપણી જ નબળાઈ છે ને, પહેલાની. આમાં બહારનાનો કોઈનો હાથ જ નથીને. આપણે જ નિવારણ લાવવું પડશેને ?
તવ કલમો કોના માટે ? પ્રશ્નકર્તા : નવ કલમોમાં આવે છે, સાદ્વાદ વાણી બોલવી જોઈએ. પણ વાણી વ્યવસ્થિત શક્તિ મુજબ નીકળવાની હોય તો નીકળે. આ બેનો મેળ શી રીતે બેસે ?
દાદાશ્રી : જે વ્યવસ્થિત શક્તિ હજુ સમજ્યો નથી, આ ‘જ્ઞાન’ લીધું નથી, તેને વાણી વ્યવસ્થિત શક્તિ મુજબ હોતી નથી. કારણ કે એને અહંકાર ખુલ્લો રહ્યો ને ! એટલે ધારે એવી ફેરવી શકે. ભગવાનને પ્રાર્થના કરે કે મારી વાણી કોઈને તંતીલી ના લાગે, કોઈને કઠોર ના લાગે એવી પ્રાર્થના કરે ત્યારે એમ કરતી કરતી સ્યાદ્વાદ પડી જાય. પણ જેણે જ્ઞાન
લીધેલું હોય, એને ડિસ્ચાર્જ એકલું જ રહ્યું એટલે એની વાણી વ્યવસ્થિત પ્રમાણે નીકળે. એ એનો નિકાલ કરી નાખવાનો. એ ફરી હવે નવું સંઘરતો નથી. પેલો સંગ્રહ કરે છે.
તથી આ દુરુપયોગ માટે ! ‘સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.” આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તો ય આપણને જરા ય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે “એક્કેક્ટ’ છે, તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. ‘એક્કેક્ટ' આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ છો.
પ્રશ્નકર્તા: સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ?
દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ?! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો. એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને ?
હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે.
પ્રશ્નકર્તા : ઘણી વખત ના બોલવું હોય છતાં બોલી જવાય. પછી પસ્તાવો થાય.
દાદાશ્રી : વાણીથી જે કંઇ બોલાય છે તેના આપણે ‘જ્ઞાતા-દ્રષ્ટા.” પણ જેને એ દુ:પહોંચાડે, તેનું પ્રતિક્રમણ ‘આપણે’ ‘બોલનારા” પાસે કરાવવું પડે.
અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે આ ‘અંબાલાલ પટેલ’ને ગાળો ભાંડે છે. પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો જાણી