________________
વાણીનો સિદ્ધાંત
૪૫૭
૪૫૮
વાણીનો સિદ્ધાંત
શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે અમે સ્વીકારીએ નહીં, ‘અમને’ અડે નહીં. અમે વીતરાગ રહીએ. અમને એની પર રાગ-દ્વેષ ના થાય.
‘જ્ઞાતી'તો, કેવો પ્રયોગ !
દાદાશ્રી : બોલવું, ના બોલવું’ એ આપણા હાથમાં રહ્યું નથી, હવે.
બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વીશ નહીં. અંદર ખરાબ વિચારો આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. ખરાબ ઉપર દ્વેષ નથી અને સારા ઉપર રાગ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી.
અમારા ‘જ્ઞાની’ના પ્રયોગ કેવા હોય કે હરેક ક્રિયાને ‘અમે’ જોઇએ. તેથી હું આ વાણીને રેકર્ડ કહું છું ને ! આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું છું કે “શું રેકર્ડ વાગી રહી છે ને શું નહીં !' અને જગત ના લોકોતન્મયાકાર થાય છે. સંપૂર્ણ નિર્તન્મયાકાર રહે, તેને કેવળજ્ઞાન કહ્યું છે.
જગતના લોકો જુએ છે તેવું આ જ્ઞાની પણ જુએ છે, પણ જગતના લોકોનું જોયેલું કામ નહીં લાગે. કારણકે તેમનું ‘બેઝમેન્ટ' અહંકાર છે. ‘હું ચંદુલાલ છું” એ એનું ‘બેઝમેન્ટ’ છે અને ‘આપણું’ ‘બેઝમેન્ટ’ ‘હું શુદ્ધાત્મા છું' છે. એટલે આપણું જોયેલું કેવળજ્ઞાનના અંશમાં જાય. જેટલા અંશે આપણે જોયું, જેટલા અંશે આપણે આપણી જાતને છૂટી દેખી, વાણીને છૂટી જોઇ, આ ‘ચંદુભાઈ” કરે છે તે જોયું, તેટલા અંશે કેવળજ્ઞાન ઉત્પન્ન
થયું.
અમને કોઈ ગાળો આપે તો તે અમારા જ્ઞાનમાં જ હોય, ‘આ રેકર્ડ શું બોલે છે' તે ય મારા જ્ઞાનમાં જ હોય. રેકર્ડ ખોટું બોલી હોય, તે મારા જ્ઞાનમાં જ હોય. અમારે તદન જાગૃતિ રહ્યા કરે. અને સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે. વ્યવહારમાં લોકોને વ્યવહારિક જાગૃતિ રહે છે, તે તો અહંકારના માર્યા રહે છે. પણ આ તો શુદ્ધાત્મા થયા પછીની જાગૃતિ કહેવાય. આ અંશ કેવળજ્ઞાનની જાગૃતિ છે અને ત્યાંથી જ કલ્યાણકારી છે.
અંદર મશીનરીને ઢીલી નહીં મૂકવાની. આપણે એની ઉપર દેખરેખ રાખવાની કે ક્યાં કયાં ઘસારો થાય છે, શું થાય છે, કોની જોડે વાણી કડક નીકળી. બોલ્યા તેનો વાંધો નથી, આપણે ‘જોયા’ કરવાનું કે, “ઓહોહો, ચંદુભાઈ કડક બોલ્યા !'
પ્રશ્નકર્તા : પણ જયાં સુધી ના બોલાય ત્યાં સુધી સારું ને ?