________________
૪૬૦
વાણીનો સિદ્ધાંત
[૭] સચ્યા-જૂઠામાં વાણી વપરાઈ !
સત્ય કોને કહેવાય? દાદાશ્રી : વાત ગમે છે ખરીને, આ કંટાળો નથી આવતો ને ! પ્રશ્નકર્તા : ગમે છે.
દાદાશ્રી : થયું ત્યારે. એટલા સારું જ મેં પૂછયું કે તમને આ ગમતી હોય તો આગળ વાત ધપાવીએ. નહીં તો જરૂર નહીંને. આ તો માણસ શરમે ને શરમે બેસી રહે.
પ્રશ્નકર્તા : એટલા માટે જ આવ્યા છીએ. સાંભળવા જ આવ્યા છીએ. સસંગ કરવા માટે જ આવ્યા છીએ.
દાદાશ્રી : એક ભઈ છેને, ન'તું ગમતું ત્યાં સુધી, અડધા કલાક સુધી સાંભળ સાંભળ કર્યું. પછી મેં કહ્યું, ‘તમે આ મોઢા ઉપર ટેસ્ટ નથી દેખાતો, માટે ગમે છે કે ?” હું રેડિયો નથી. હા, ગમતું હોય તો વાત કરું. નકામો રેડિયો આ તો. રેડિયાને ય બંધ કરી દેવાય. પણ બીજા કેટલાક માણસો છે તે આપણે કહીએ, ‘કાકા હવે બંધ કરી દો, કાકા બંધ કરી
દો, તે આમ હાથ ઝાલીને કહે ‘તું મને, મારી વાત સાંભળ તું.’ ‘અરે ભઈ છોડોને મને. તમારા કરતા રેડિયો સારો હોય કે ના હોય ? તમને કોઈ મળેલા, ‘મારી વાત સાંભળ ?” કહેનારા.
પ્રશ્નકર્તા : મળેલાને દાદા, એવા ય મળેલા.
દાદાશ્રી : મળેલા તમને હઉ !! હાથ છોડે નહીં આપણો. ત્યારે મેં કહ્યું, રેડિયો સારો, નહીં ? મેં તો એક કાકાને કહ્યું, ‘તમારા કરતાં રેડિયો સારો. મારે હાથ છોડી દોને ! નહીં તો સાચી વાત ના સાંભળે એવું હોતું હશે !
જ્યાં કંઈ આગ્રહ છે ત્યાં સાચી વાત નથી. આપણે એમને પૂછવું જોઈએ કે ‘તમને ગમે છે તો આગળ ચલાવીએ.’ સ્ટાદ્વાદ રીત એવી જ હોય ને !! ઠોકી બેસાડવાની વાત ના હોય. ઠોકી બેસાડેલી વાત સાચી હોતી જ નથી. ના ઈચ્છાથી, પોતાની અનિચ્છાથી દારૂ પીધેલો પણ ચડતો નથી. અનિચ્છાથી કોઈકે પાઈ દીધો એ ચડતો નથી. કારણ કે ઈચ્છા વગરનું દરેક કાર્ય નકામું છે. આપણા લોક પરાણે પાઈ દે એમાં શું સ્વાદ કાઢવાનો?
પ્રશ્નકર્તા : મસ્કા મારવા, એનું નામ સત્ય ? ખોટી હા પુરાવવી ?
દાદાશ્રી : એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. આ તો પોતાની શોધખોળ છે, પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે આ.
પ્રશ્નકર્તા : કોઈની સાથે મીઠાશથી બોલો તો એનો ફાયદો ખરો ? દાદાશ્રી : હા, એને સુખ થાય !
પ્રશ્નકર્તા : એ તો પછી ખબર પડે ત્યારે તો બહુ દુઃખ થઈ જતું હશે. કેમ કે, કોઈ બહુ મીઠા બોલો અને કોઈ સાચા બોલો હોય તો, આપણે એમ કહીએ ને કે એનાં કરતા ભલે પેલો ખરાબ બોલે છે પણ એ સારો માણસ છે.
દાદાશ્રી : હં, સાચા બોલો કોઈ હોતો જ નથી ને.