________________
વાણીનો સિદ્ધાંત
૪૬૧
૪૬૨
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા: ઘણાં દિલથી જે નથી કહેતા કે આ માણસ તો સારો છે પેલા કરતાં ?
દાદાશ્રી : સાચા બોલો કોને કહેવાય ? એક ભઈ એની મધર જોડે સાચું બોલ્યો, એકદમ સત્ય બોલ્યો. અને મધરને શું કહે છે ? ‘તમે મારા બાપાનાં વહુ થાવ' કહે છે, એ સત્ય નથી ? ત્યારે મધરે શું કહ્યું? તારું મોટું ફરી ના દેખાડીશ, બા. હવે તું જા અહીંથી ! મને તારા બાપની વહુ બોલું છું.
એટલે જ્ઞાની પુરુષ પાસેથી બધું સમજી લેવું જોઈએ, નહીં તો આપણે આ ઝુડ ઝુડ કરીએ સત્ય છે, સત્ય છે. તે બોલાતું હશે આવું! અરે, રસ્તે જતાં અહીં કોઈ પૈડા માજી હોય એ આમ ચાલતા હોય ને એ ડોશી અહીં આવ’ તો એ ચીડાઈ જશે કે મને ડોશી કહે છે મુંઓ અને આપણે કહીએ “માજી આવો'. તો ખુશ થઈ જાય.
પ્રશ્નકર્તા : એ કોઈ જાતની એવી ટેવ નથી માણસોને ? કે કોઈને માજી કહેવાની ટેવ હોય ને કોઈને “ડોશી’ બોલવાની ટેવ હોય. કોઈ નાનપણથી જ મીઠાબોલા હોય, કોઈ કોઈ થોડા રફ બોલનારા હોય.
દાદાશ્રી : એવું છે ને, ભગવાને કહ્યું છે કે બોલમાં વિવેક રાખજો. વિનય રાખજો. વિવેકપૂર્વક બોલાય. વિવેક વગરનું બોલાય નહીં, જોખમદારી છે. એક વકીલ એવું બોલ્યો’તો સુરતની કોર્ટમાં કે માય ઓનરેબલ જજ ઈઝ ડોઝીંગ. હવે પેલાં દૂધપાક ખઈને આવેલા. તે જરા આમ ઝોકું ખવાઈ ગયું ત્યારે શું કોઈ ગુનો થઈ ગયો. હવે તેની પાસે આપણે ન્યાય લેવાનો છે. હવે પેલો એવો ચોખ્ખો માણસ છે. “માય ઓનરેબલ જજ ઈઝ ડોઝીંગ” એટલે સાહેબ તે દહાડે કશું ગુસ્સે ના થયા. સાહેબ તે દહાડે ખુશી ખુશીમાં બધી વાત કરી. પણ છેવટે જજમેન્ટમાં મારી દીધું. કારણ કે ના બોલાય એવું. વિવેક હોવો જોઈએ. મારા બાપાની વહુ એવું કહીએ તો એ સત્ય નહીં ?
પ્રશ્નકર્તા : એક રીતે જોતાં સત્ય જ છે. દાદાશ્રી : ત્યારે પછી લોક કેમ બોલતા નથી ? ખરું સત્ય નથી
એ ? તો કોઈ દહાડો બોલી જોઈએ ? તો શું થાય ? એટલે ડાહ્યા પુરુષોએ કહ્યું કે નેકેડ સત્ય, નાગું સત્ય ના બોલશો. કપડાં પહેરાવીને સત્ય બોલજો.
પ્રશ્નકર્તા: તો પછી આપણે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : ‘માજી કેમ છો ? તબીયત સારી છે ને.' એવું કહીએ તો એમને સારું લાગે.
એટલે સત્ય કેવું હોવું જોઈએ ? પ્રિય લાગે એવું હોવું જોઈએ. એકલું પ્રિય લાગે એવું હોય તો ય ના ચાલે એને હિતકર હોવું જોઈએ એટલાથી ય ના ચાલે. હું સત્ય, પ્રિય અને હિતકારી ય બોલું, તો ય હું વધારે બોલ બોલ કરું ને, તો તમે કહો કે “હવે કાકા બંધ થઈ જાવ. હવે મને જમવા ઉઠવા દો ને.' એટલે તે મિત જોઈએ, પ્રમાણ જોઈએ. આ કંઈ રેડિયો નથી કે બોલ બોલ કરે શું ? એટલે આવું સત્ય-પ્રિય-હિતકર ને મિત, ચાર ગુણાકાર થાય તો જ સત્ય કહેવાય. નહીં તો સત્ય એકલું નાગું બોલે તો એને અસત્ય કહેવાય.
- વાણી કેવી હોવી જોઈએ ? હિત-મિત-પ્રિય ને સત્ય, આ ચાર ગુણાકારવાળી હોવી જોઈએ. ને બીજી બધી અસત્ય છે. વ્યવહાર વાણીમાં આ નિયમ લાગુ પડે છે. આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારે ય ગુણાકારવાળી વાણી એક ‘જ્ઞાની પુરુષ'ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. ‘જ્ઞાની’ને ‘પોતાપણું હોય જ નહીં, જો ‘પોતાપણું હોય તો તે જ્ઞાની ના હોય.
જૂઠ્ઠા આગળ જ જુઠ !
પ્રશ્નકર્તા : માણસ જૂઠું શું કામ બોલે ?
દાદાશ્રી : જૂઠા માણસ પાસે જૂઠું બોલે છે. સાચા પાસે ના બોલે. જૂકા માણસ પાસે જ જૂઠું બોલે છે. નહીં તો જૂઠું બોલી શકે નહીં.
પ્રશ્નકર્તા : એ સમજાયું નહીં, બરાબર સમજાવો. દાદાશ્રી : ના સમજાય એવી કંઈ વસ્તુ નથી આ. કારણ કે પોતાની