________________
વાણીનો સિદ્ધાંત
એમની જે વાણી હતી ને, તે આ દુનિયામાં કોઈ ચીજની એવી મધુરતા નથી, મીઠાશ નથી. ભગવાનની વાણી તો કેવી મધુર ! કાનને સાંભળવી નિરંતર ગમ્યા જ કરે, તે લોક ખસતા જ નહોતાં. આ એમની વાણી વાદી અને પ્રતિવાદી બંને કબૂલ કરે. પ્રતિવાદી ય કહે કે ‘ભઈ, અમે એમના વિરોધી છીએ. પણ ભગવાન કહે છે એ વાત સાચી છે.’ એમની વાણીને પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે, જેટલી મનુષ્યમાં વીતરાગતા હોય એટલું એમનું વાક્ય પ્રમાણ કરવા યોગ્ય છે. રાગ-દ્વેષવાળા વાક્યો લોકો માને નહીં. એ પ્રમાણ ના કહેવાય. વીતરાગતા હોય તો પ્રમાણ કહેવાય ! પ્રથમ દેશતા, મહાવીરતી !
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનની પહેલી દેશના નિષ્ફળ કેમ ગઈ ?
દાદાશ્રી : એમનું પહેલું બધું ય નિષ્ફળ ગયેલું. લોકોની તૈયારી જોઈએ ને ? આ છેલ્લો કાળ આવી ગયો હતો, પાંચમા આરાની નજીકનો કાળ હતો. લોકોની તૈયારી જ નહીં. લોક પરિગ્રહમાં જ પડેલા હતા. બધું જ નકામું ગયું હતું, પછી ધીમે ધીમે રાગે પડ્યું.
એ પહોંચે સર્વભાષીતે !
૩૧૪
પ્રશ્નકર્તા : અત્યારે દેશનાનો દાખલો સમજવો હોય તો કંઈ આપી શકાય ?
દાદાશ્રી : હું કંઈ શબ્દ ગુજરાતીમાં બોલ્યો હોઉં ને, તો અહીં ફોરેનવાળો બેઠેલો હોય તે હું શું કહેવા માગું છું, એનો ભાવાર્થ સમજી જાય. વાત એને પહોંચી જાય. ભાષા ના સમજતો હોય છતાં પહોંચી જાય અને એને મહીં આનંદ થાય. એવી એ તીર્થંકરની સુંદર વાણી હોય.
ભાષાને ભેદીતે, જઈ અડે એ !
પ્રશ્નકર્તા : તીર્થંકરોની દેશના એવી હતી કે તેમની પર્ષદામાં જ્યારે દરેક જણ સાંભળે, તો તે દરેક જણ પશુ-પંખી બધાં પોતપોતાની ભાષામાં
સમજતા હતા.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : એવું છે, પોતાની ભાષામાં સમજે, એને આપણા લોકો શું સમજ્યા હશે ? આપણે ત્યાં બહાર કૂતરા હોય છે ને, તો આપણે બોલીએ કે ‘આ કૂતરું એકુંય કરડકણું નથી અને બધા સારાં છે.' એ કૂતરાને તરત પહોંચી જાય. જો તમારી વાત આટલી સમજી જાય છે, તો તીર્થંકરોની વાત કેવી સરસ સમજી જતાં હશે ?! બાકી ભાષામાં સમજતા નથી. એ પરમાણુની રીતે સમજે છે. ભાષા તો કોઈ સમજે જ નહીં ને ! ભણ્યા જ નહીં, ત્યાં શું ભાષા સમજે બિચારાં ! આ ભણેલાં મનુષ્યો જ એમની ભાષા નથી સમજતા પણ પરમાણુઓની અસર થાય બધી.
૩૧૫
બધાને પોતપોતાની ભાષામાં સમજાય એનો અર્થ એટલો જ કે એની ભાષામાં નથી પહોંચતું. પણ પોતાની ભાષામાં સમજે એવું એને એ વાતાવરણ લાગે. એટલે આનંદયુક્ત હોય.
આ અહીં દોઢ વર્ષનું બાળક ના સમજે તો ય પણ બેસી રહ્યું હોય. બીજું કશું આપવાનું કહીએ તો ય અહીંથી બહાર ના જાય. એનું કારણ ? આ વાતાવરણ એવું છે. એવું જાનવરો ત્યાંથી ખસે નહીં, એવું એ સુખદાયી વાતાવરણ ! પ્રાણીઓ એટલું સમજે કે આ સુખદાયી વાણી છે. એટલે તીર્થંકરનો જે અવાજ નીકળે ને, એનાં વાતાવરણથી જ સુખદાયી બધું થઈ જાય.
પ્રશ્નકર્તા : આ સમોવસરણની અંદર ભગવાન મહાવીરની વાણી સાંભળનાર જીવોને એ વાણીની એક જ પ્રકારની અસર થયેલી ખરી ?
દાદાશ્રી : ના. ભગવાન એક જ પ્રકારની વાણી બોલે, પણ દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય. પોતાની સમજણે પોતાની ભાષામાં લઈ જાય, એટલે સંતોષ થાય એમને. એ વાણીનો એવો ગુણ હોય છે કે ગમે તે માણસ હોય, મુસ્લિમ હોય કે બીજા હોય, વેદાંતી હોય, જૈનો હોય, શિવપંથવાળા હોય. પણ બધા પોતપોતાની ભાષામાં વાત સમજી
જાય. પણ વાણી એક જ પ્રકારની !
...દર્શાવે સર્વ સામાન્યપણું !
પ્રશ્નકર્તા : એને દેશના જ કેમ કહ્યું હશે ? કોઈ દિશા બતાવે તેથી ?