________________
વાણીનો સિદ્ધાંત
૫૧૧
૫૧૨
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : પ્રેમથી બોલાવો ને ? પ્રશ્નકર્તા : એ જાણે છે કે મારો એના પર પ્રેમ છે.
દાદાશ્રી : એવો પ્રેમ કામનો નહીં. કારણ કે તમે બોલો છો તે ઘડીએ પછી કલેક્ટરના પેઠ બોલો છો. ‘તમે આમ કરો. તમારામાં અક્કલ નથી, આમ તેમ.” એવું હઉં કહો છો ને ?
પ્રશ્નકર્તા : એવું નથી કહેતા. દાદાશ્રી : તો શબ્દ શું બોલો છો ?
પ્રશ્નકર્તા : એ તો દરેક પ્રસંગના આધારે શબ્દ નીકળે. કંઈક બહુ નુકસાન કરતો હોય, નકામું ખોટું વાપરી કાઢતો હોય, તો હું એને એમ કહું કે “આ આટલી બધી મોંઘવારી છે અને તું આટલાં બધાં કેમ ખર્ચા કરી નાખે છે ?' એવું કહું.
દાદાશ્રી : પછી એથી એ સુધરે છે ?
એટલે એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ ‘વીકનેસ'નું પૂતળું હોય. તે સામાને શું સુધારે છે ?! એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે.
છોડ રોપ્યો હોય, તમારે એને વઢવઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે, એવું તેવું વઢવઢ નહીં કરવાનું. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, આ તો છોકરાઓ, મનુષ્ય છે આ તો ! અને મા-બાપો ધબેડે હતું, મારે હઉં !
હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે, જો ધાકથી સુધરતું હોય તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે.
પાછાં વાળો, પ્રાર્થતા તે પ્રતિક્રમણથી ! પ્રશ્નકર્તા : છતાં છોકરાં વાંકા ચાલે તો શું કરવું ?
દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય, તો ય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં ભાવ નક્કી કરવો, અને પ્રભુને પ્રાર્થના કરવી કે આના પર કૃપા કરો.
| ‘રિલેટિવ’ સમજી ઉપલક રહેવું ! છોકરાંને તો નવ મહિના પેટમાં રાખવાનાં. પછી ચલાવવાનાં, ફેરવવાનાં, નાનાં હોય ત્યાં સુધી, પછી છોડી દેવાનાં. આ ગાયો-ભેંસો ય છોડી દે છે ને ? છોકરાંને પાંચ વર્ષ સુધી ટોકવા પડે, પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય.
એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિન્ક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં. સુધરવાનું તો ‘જ્ઞાની પુરુષ'ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા
પ્રશ્નકર્તા : નહીં.
દાદાશ્રી : તો પછી બોલવું નકામું છે. એક માણસ મને બાવનની સાલમાં કહેતો હતો કે ‘આ ગવર્નમેન્ટ ખરાબ છે ને જવી જ જોઈએ.’ તે બાવનથી બાસઠની સાલ સુધી બોલ બોલ કર્યા કર્યું. એટલે પછી મેં એને કહ્યું કે, ‘રોજ તમે મને આ વાત કરો છો, પણ ત્યાં કંઈ ફેરફાર થાય છે ? આ તમારું બોલેલું ત્યાં કંઈ ફળે છે ?” ત્યારે એ કહે છે, “ના. એ ફળ્યું નહીં.” ત્યારે મેં કહ્યું, તો શું કરવા ગા ગા કર્યા કરો છો ? તમારા કરતાં તો રેડિયો સારો.’
પ્રશ્નકર્તા : પણ મારે શું કરવાનું ?
દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂર્ખ છીએ, આપણને બોલતા નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે છે ?