________________
વાણીનો સિદ્ધાંત
૯૮
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હું સમજાવવા માગતો જ નથી. આ વાણી જ સમજાવે છે. હું તો આ વાણી શું સમજાવે છે, તેનો જ્ઞાતા-દ્રષ્ટા છું. હું સમજાવવા માંગતો નથી. નહીં તો તો એ મારો ધંધો થઈ પડે. હું તો આનો જ્ઞાતાદ્રષ્ટા છું કે આ શું સમજાવે છે. હું કહું છું ને કે ભાઈ, આ વાણી એ વક્તા છે, તમે શ્રોતા છો ને હું જ્ઞાતા-દ્રષ્ટા છું.
આમાં જાણતાર કોણ ? પ્રશ્નકર્તા : આટલી બધી જ્ઞાનચર્ચા બોલો છો, એ જાણકારી કોની ?
દાદાશ્રી : આ બધી ટેપરેકર્ડ બોલે છે, હું કહું છું ને ! હું ક્યાં માલિક થાઉં, આની જાણકારીનો ?
પ્રશ્નકર્તા : બોલનારની વાત નથી. પણ આ જે આટલું બધું જ્ઞાન જાણે છે, તેની વાત છે.
દાદાશ્રી : એ જ આ ટેપરેકર્ડ જાણે છે. એ તમને વાત કરે છે. અને સંપૂર્ણ જાણે, તે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં હું રહું છું.
“” : “બોલતાર' : “અંબાલાલ' પ્રશ્નકર્તા : આ ટેપરેકર્ડ “અંબાલાલ'માં સમાયેલું છે ને ? દાદાશ્રી : આ બોલે છે કોણ ? અંબાલાલ નથી બોલતા. પ્રશ્નકર્તા : અંબાલાલ એટલે નૈમિત્તિક દેહ એટલું જ ? દાદાશ્રી : ના. એ બધું ભેગું થાયને, બધાની માલિકીમાં નામ
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હવે પોતે બોલનાર છે નહીં. ટેપરેકર્ડ બોલે છે આ. અને ટેપરેકર્ડ અંબાલાલ બોલે તો એ કૉઝ કહેવાય. અને આ ટેપરેકર્ડ બોલે તો એ પરિણામ છે. એટલે આ બધા પરિણામ છે. અંબાલાલથી એમ ના કહેવાય કે ‘હું બોલ્યો'. આ જગતના લોકો બધા ય કહે કે ‘હું બોલ્યો'.
પ્રશ્નકર્તા : તો પછી આ શુદ્ધાત્મા, અંબાલાલ, ટેપરેકર્ડ બધા જુદા થઈ ગયા ?
દાદાશ્રી : બધું ય જુદું. અંબાલાલભાઈ જુદા, આ દેહે ય જુદો. ટેપરેકર્ડ જુદી, મન જુદું, બુદ્ધિ જુદી, ચિત્ત જુદું, અહંકાર જુદો !
પ્રશ્નકર્તા : એ બરોબર સમજાવોને, કેવી રીતે છે આ ?
દાદાશ્રી : કેમ ? તમને ભેગું લાગે છે બધું ? હમણાં આપણે વાણીનો ફોડ પાડ્યોને, કે આ વાણી છે તે પરિણામ છે. એને ‘હું બોલું છું’ એમ કહું તો કૉઝ થયું કહેવાય.
પ્રશ્નકર્તા : તો ‘હું અંબાલાલ છું” એમ કહેવું, એ અંહકાર થયો ને ?
દાદાશ્રી : હાસ્તોને ! જે નથી તેવું ‘હું છું', એ બોલે, તો અહંકાર કહેવાય.
મારે હવે શું કહેવું પડે ? ‘હું દેહ છું’ કે ‘અંબાલાલ દેહ છે” એમ ? દેહ કોણ છે ? અંબાલાલ દેહ છે કે દેહ અંબાલાલ છે ?
પ્રશ્નકર્તા દેહનું નામ અંબાલાલ છે.
દાદાશ્રી : એટલે એની મેળે ઈટસેલ્ફ જુદું જ છે. દરેક વસ્તુ જુદી જ છે. આમાં કશું ભેગું જ નથી. આત્મા ય જુદો છે, મન જુદું, અહંકાર જુદો, નામ જુદું, અટક જુદી, દેહ જુદો !
આમને કોઈ પૂછે કે ‘તમે કોણ છો ?” ત્યારે એ કહે, ‘હું ચંદુલાલ છું.” અને કોર્ટમાં એમને કોઈ પૂછે, ત્યારે એ કહે, ‘હું વકીલ છું.” તો
એમનું.
પ્રશ્નકર્તા : તો આ ટેપરેકર્ડમાં અંબાલાલભાઈનો ભાગ નહીં ?
દાદાશ્રી : ના. આ બધાના માલિક એ પોતે. એટલે ‘હું બોલું છું એમ બોલેને તો તો માલિકીપણું થાય અને પોતે માલિક છે નહીં. માલિક હોય તો, એવું ના બોલે કે મારે નહોતું બોલવું તો ય બોલાઈ જવાયું. લોકો તો એવું બોલે અને બોલ્યા પછી પસ્તાય કે ?