________________
વાણીનો સિદ્ધાંત
૩૩૩
૩૩૪
વાણીનો સિદ્ધાંત
આ તો કહેશે, “બીડીઓ છોડો.” અરે, એવું બોલ, એવી સમજણ પાડ કે બીડી એની છૂટી જાય. કંઈ જાતના લોકો છે ?! એને પીવા દે ને નિરાંતે બિચારાને. નહીં તો એને ઊંઘ નહીં આવે. આ અક્રમ વિજ્ઞાન શું કહે છે કે એને સમજાવો તો બધું એની મેળે છૂટી જશે. આ મારી જોડેના કેટલાંય માણસનું બધું છૂટી ગયું હડહડાટ !! અમારા શબ્દથી કેટલાંયનાં દારૂ, માંસાહાર છૂટી ગયા. અમારા શબ્દથી આખો ફરી જાય છે માણસ. આ વચનબળ એટલું બધું સરસ છે કે બધું આખું ફરી જાય છે.
પ્રશ્નકર્તા : દાદાની તો બહુ મોટી ડિક્ષનરી છે. રોજ નવો નવો શબ્દ કાઢે છે. આજે નવો કાઢ્યો, વચનબળ !!
દાદાશ્રી : એવું છે ને આ શબ્દો કેવા હોય, શાસ્ત્રોના શબ્દો ના હોય. શાસ્ત્રના શબ્દો વાગે એવા હોય, ખૂંચે એવા હોય. અને આ તો જ્ઞાન હાજર થઈ જાય નહીં. એની મહીં પેસી હાજર જ થઈ જાય, પ્રગટ થઈ જાય આત્મા ! તરત દીવો ચાલુ જ થઈ જાય. કોઈ દહાડો ભુલાય નહીં. આ એક એક શબ્દમાં અનંતુ વચનબળ હોય. તે જ્યારે તમને મુશ્કેલી આવીને ઊભી રહે ત્યારે આ જ્ઞાન હાજર થઈ જાય. મુશ્કેલીમાં હાજર થવું જ જોઈએ, નહીં તો એ દાદાનું જ્ઞાન ન હોય ! અને કાં તો લેતાં આવડતું નથી આમને. આ ભાઈને ગોઠવતાં નથી આવડયું. ગોઠવતાં ના આવડયું હોય ને તો આડું અવળું ગોઠવાઈ જાય. ઉપરને બદલે નીચે મૂકાઈ ગયું હોય. નીચેની વસ્તુ ઊંચે મૂકાઈ ગઈ હોય. હું તો રેગ્યુલર જગ્યાએ ગોઠવી આપું છું. પણ પછી એ પોતે આઘુંપાછું કરે છે. પોતે જો આઘુંપાછું ના કરે તો અમારો શબ્દ દરેક ટાઈમે કામ લાગે ! વચનબળ કહેવાય ! દેહના બળ તો અનંતવાર ભેગા કર્યા, ત્યારે દેહનું બળ તો હાથીને કંઈ જેવું તેવું હોય !
ભગવાન કહે છે દેહની શક્તિની આરાધના ન કરીશ. એની મેળે જેટલી થાય એટલી સાચી. આરાધના તો મનોબળ ને વચનબળ, બેની જ જોઈએ. દેહશક્તિ, પાશવીશક્તિ કહી ભગવાને. એનાથી પાશવતા ઉત્પન્ન થશે, કહે છે ! અને પેલી વચનબળ, મનોબળ એની વાત તો જુદી છે. એ આત્મબળ ઊભું કરે. આત્માને બળવાન બનાવે. આત્મા પોતે બળવાન જ છે. એને કશું કરવાપણું જ રહ્યું નથી. પણ આ મનોબળ ને વચનબળથી, એ આવરણ તોડીને પ્રકાશ પ્રાપ્ત થાય !
વચનબળથી પરિવર્તત ! પ્રશ્નકર્તા : વચનબળથી એક્ઝક્ટલી રહે ને ?
દાદાશ્રી : વચનબળથી ક્રિયામાં ફેરફાર થાય. વચનબળથી ખોટું કરતો અટકી જાય.
અમારા જેવા શબ્દો બીજો બોલે ને, તો ય કામ ના લાગે. કારણ કે એમાં વચનબળ ક્યાંથી આવે ? પોતાની માં ઉપર વિશ્વાસ હોય, એટલો વિશ્વાસ એને અમારી પર હોય. એટલે પછી અમે એને જે કહીએ એટલે એ વચન એને ચોંટી જાય અને જોડે અમારું વચન હોય. અમારું વચન વચનબળવાળું હોય. જો સાંભળ્યું કે પછી જાય નહીં. નહીં તો ગોખ ગોખ કરે ને તો ય કશું વળે નહીં.
વચનબળ એ જ્ઞાતવિધિ વેળાનું ! જ્ઞાન શાનું નામ કહેવાય ? જરૂર વખતે ભૂલી જઈએ, એનું નામ જ્ઞાન ના કહેવાય. જરૂર વખતે અવશ્ય હાજર થવું જોઈએ. હવે એ જ્ઞાન આપનારો કોણ હોવો જોઈએ ? ગમે તે માણસ જ્ઞાન આપે એ ચાલે નહીં, વચનબળવાળો હોવો જોઈએ. એટલે જરૂર વખતે એ વચન હાજર થાય, જ્ઞાન હાજર થાય તો કામ થાય, નહીં તો કામ ના થાયને !
પ્રશ્નકર્તા : જેમ દાદા, જ્ઞાન આપતી ફેરાએ, તમે અમારાં પાપ ભસ્મીભૂત કરી નાખો છો, એના જેવું એ વચનબળ ?
દાદાશ્રી : હા, એના જેવું જ પણ બધાને ના કરાય, અમુક જ
આજે કોઈનું વચનબળ શાથી નથી રહ્યું ? કારણકે વાણીના કાયદા નથી પાળ્યા. મનુષ્યમાં આવ્યા પછી બે બળની જરૂર - વચનબળ અને મનોબળ. દેહબળ એ પાશવતામાં જાય. વચનબળ અને મનોબળની શક્તિ રિલેટિવ આત્માને બળવાન કરે. અત્યારે વચનબળ તો લુપ્ત થઈ ગયું છે અને મન તો ફ્રેક્યર થઈ ગયું છે.