________________
૨૨૦
વાણીનો સિદ્ધાંત
એક જ શબ્દ કાફી, મોક્ષ માટે ! અમારી વાત જચી ગઈ એટલે પ્રતીતિ સાથે જચી ગઈ. પચી તો ગઈ નથી, પણ જચી તો ગઈ. એ તો અત્યારે જચી ગઈ. હવે આગળ જવાનું આવ્યું, પચી જતાં સુધી !
પ્રશ્નકર્તા : એ પચી ગઈ ક્યારે કહી શકાય ?
દાદાશ્રી : પચી ગયેલી તે, આપણને એવો ફેર ફરી ચઢે જ નહીં, છોને ગોળ પેલા ચગડોળમાં બેસાડ બેસાડે કરે ! નીચે ઉતારે તો ય ફેર ચઢે નહીં. ચગડોળને ફેર ચઢે પણ પોતાને ફેર ના ચઢે. આ તો ચગડોળને ફેર ચઢતા નથી ને આપણને ફેર ચઢે છે ! જચી ગઈ એટલે એકસેપ્ટ થયું. પ્રતીતિ સાથે એકસેપ્ટ !
અમારી વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. ‘આ’ તો આખો ‘જ્ઞાનાર્ક” છે. એ પચે અને અજીર્ણ ના થાય. ‘જ્ઞાની'ના શબ્દને હલાવવો નહીં. બહુ મોટું જોખમ છે. એક જ શબ્દ જો મહીં પેસી ગયો ને પચન થયો તો મોક્ષે લઈ જાય !
જ્ઞાની પુરુષના શબ્દો તો મજબૂત માણસને ય સંડાસ કરાવી દે એવા હોય ! પણ પચાવવાની શક્તિ છે ને ત્યાં સુધી એ અધિકારી કહેવાય. પણ પછી એનું પરિવર્તન આવે. મારા શબ્દો એટલે વગર જુલાબે જુલાબ. પણ પેલો નહીં, માનસિક જુલાબ, આ શબ્દો અહંકારનું વિરેચન કરાવનારા છે. વિષયનું વિરેચન કરાવનારા છે, મમતાનું વિરેચન કરાવનારા છે.
જ્ઞાની પુરુષનો એક શબ્દ તો ઠેઠ મોક્ષે લઈ જાય, જો એને પચવા દે તો ! એની પર જુલાબ ના લે, તો ઠેઠ મોક્ષે લઈ જાય.
ઝાપટટ્યા પછી પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : દાદા, તમે ત્યાં પેલા શેઠિયાને ખંખેર્યા હતા. તે વખતે બહુ કડક વાણી નીકળી હતી, તો એનું શું કરવું પડે તમારે ?
વાણીનો સિદ્ધાંત
૨૨૧ દાદાશ્રી : તે ય અમારે પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કર્યા વગર ના ચાલે. એવો અધિકાર નથી આપણને.
પ્રશ્નકર્તા તો દાદા, જ્ઞાની પુરુષ પેલાને ખંખેરતા હોય ને બીજી બાજુ પ્રતિક્રમણ ઓન ધી સ્પોટ (તરત જ) થતાં હોય ને ?
દાદાશ્રી : ના થાય. બે મિનિટ પછી થાય. ચાલુમાં થાય તો ખંખેરવાનું ના થાય, ચાલુમાં પ્રતિક્રમણ થાય તો ખંખેરવાનું બંધ થઈ જાય. આગળ સિગ્નલ બંધ પડી જાય. પડદો પડી જાય ઊલટો. એ પડદો ના પડવા દઈએ. આખો પૂરો કરીએ.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે પ્રતિક્રમણ કરવાનાં ?
દાદાશ્રી : એ તો આ બધાં કરે એવી રીતે. કંઈ નવી જાતનું ના હોય.
વીતરાગ વાણી, તિમિતાધીત ! અને અમે લોકોને માટે જે બોલીએ એવું બોલવાનું તમે શીખશો નહીં કદી, કારણ કે અમારો વ્યવહાર-નિશ્ચય સાથે હોય અને અમારે તો બહુ જુદી જાતની જાગૃતિ હોય. ઉપયોગ જ જુદી જાતનો હોય અને પાછાં અમારી વાણીના માલિક અમે નથી હોતા. ક્યારેય પણ માલિક અમે થતા નથી. માટે એ વાણી પરાશ્રિત છે. માટે એ સહુ સહુના હિસાબ પ્રમાણે નીકળે. પાંચ શેરી હોય તેને પાંચ શેરી વજન જેટલું વાગે છે અને સાત શેરી હોય તેને સાત શેરી જેટલું વાગે. જેટલો એનો લોડ (વજન) હોય છે એટલું કાઉન્ટર (પ્રતિપક્ષી) લોડ આપે છે આ વાણી. એટલે હું જોયા કરું કે આ કેમ આ મહારાજ સાહેબ તરફ બાર મણનો પથરો મારે છે ? ત્યારે મહારાજ પાસે બાર મણનો લોડ છે ? એવું છે માટે એવું લાગે છે. હું ‘જોયા કરું છું', બાકી મારી ઈચ્છા જ નથી.
અમારી વાણીમાં અશાતના જ ના હોય. પણ એને દુઃખ ના થાય એટલા માટે અમે છેટેથી કહીએ. અમે રૂબરૂમાં ના કહીએ. રૂબરૂમાં પૂછે તો કહીએ. નહીં તો ના કહીએ. એને દુઃખ થાય ને !