________________
વાણીનો સિદ્ધાંત
૧૮૭
૧૮૬
વાણીનો સિદ્ધાંત થાય છે કે રેડિયો સાંભળતો હોય ને, તે વખતે રમી રમવાના વિચાર ના આવે, ખરાબ વિચારો ના આવે. આપણે અહીં રહ્યા એટલે બીજી અવળી જગ્યાએ ના ગયા, એ લાભ.
છતાં ય ખોટું નથી. જો એને ખોટું કહેશો તો લોક રમી રમવા જતા રહેશે, દારૂ પીવા જતા રહેશે. માટે એ ખોટું નથી. જેને સાંભળીને સતત આચરણ કરવું હોય તેને પછી વચનબળવાળા પાસે જવું. અને જેને આચરણની પડી નથી, તેને તો આ રેડિયા જ સારા છે. રેડિયો સાંભળ સાંભળ કરીએ તો આચરણમાં ના આવે.
મને એક જણ કહે છે, “આ સાહેબને તમે રેડિયો કહો છો ?” મેં કહ્યું, “બીજુ શું કહેવાય ત્યારે ?” જેનો શબ્દ ઊગતો નથી, એને શું કહેવાય ત્યારે ? એ રેડિયો જ કહેવાય. રેડિયો ના હોય ને, તો એના શબ્દ તો ઊગે, વચનબળવાળા હોય અને જેના વચનની મહીં બળ જ નથી, એ તો બધા રેડિયા જ છે. આ બધા રેડિયા વાગ્યા જ કરે છે ને ! બોમ્બે રેડિયો, ઓલ ઇન્ડિયા રેડિયો, બધા રેડિયા વાગ્યા જ કરે છે ને ! વચનબળ ના હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા : આજે વચનબળ ઓછું થતું જાય છે ને ?
દાદાશ્રી : વચનબળ છે જ નહીં ને ! ક્યાંથી લાવે ? લાવો ને, એકે ય માણસ મને વચનબળવાળો દેખાડો જોઈએ, એ તો જે વાણીમાં કેટલું ય વચનબળ હોય, ત્યારે આપણે કહીએ ‘ઊઠ’ તો એ ઊભો થાય, ને ‘બેસી જા’ કહીએ તો બેસી જાય. એટલે વચનબળ જોઈએ.
અત્યારે આ વીસ હજાર માણસોને કહી દઉં તો બધા અમારી આજ્ઞા માને. અમારા શબ્દનાં આધારે જ એ બધા ચાલવાના, આજ્ઞામાં જ નિરંતર
રહેવાના.
પ્રશ્નકર્તા : જોઈએ વચનબળ.
દાદાશ્રી : તમે કોઈને કહો કે “ભઈ, હું તો પૈસાની તમને પ્રોમીસરી નોટ નહીં લખી આપું. હું જુબાનથી બોલું છું, એટલે હું તમને પૈસા પાછા આપીશ.” અને તે તેમને પૈસા આપે. તો તમે વચનબળવાળા ન હોય ? અને પેલા કાગળિયા લખેલા ને, તો ય કોર્ટ જવું પડે. એ કામનું જ શું છે ?'
અમારા એક એક શબ્દમાં અનંતગણું વચનબળ છે, તેથી આ એક એક શબ્દ ઊગે. બીજી બધી વાણીઓ ઊગે નહીં કશું. આ બધી વાણીઓ અનંત અવતારથી ખેતરમાં નાખ નાખ કરે, પણ એનુય શબ્દ ઊગ્યો નથી.
જ્ઞાની પુરુષનો એક શબ્દ આરપાર નીકળી ગયો હોય, તો તેનો સર્વસ્વ રોગ કાઢી નાખે. આ વાણી અંદર ઉતરી ગઈ હોય, પછી એ નીકળે નહીં. બહુ વચનબળ, જબરજસ્ત ! ત્યારે જ આ વગર વાંચે આ બધું કામ થાય છે. એમ ને એમ જ થાય છે ને ?!
પ્રશ્નકર્તા : એક દિવસ આપે કહેલું કે આપણને કોઈ આડુંઅવળું બોલે તો સમજી જવાનું કે ટેપરેકર્ડ બોલે છે. હવે ભૂલે ચૂકે કોઈ સંતની વાણીને પણ ટેપરેકર્ડ સમજી લે, તો એ લાભ ચૂકે ને ?
દાદાશ્રી : ભૂખ્યો માણસ ખાવાનું છોડી દે ખરો ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તેમ સારી વાત હોય તો, ટેપરેકર્ડ અહીં ગટરમાંથી બોલતી હોય તો ય તે ઘડીએ સાંભળી લે. સારી વાત હોવી જોઈએ.
ગાળ ભાંડે તો આપણે ‘ટેપરેકર્ડ” માનીએ તો આપણને રીસ ના ચઢે અને ખરેખર ટેપરેકર્ડ જ છે. પછી રીસ ચઢવાનું ક્યાં કારણ રહ્યું ? અને સારી વાત હોય તો તો માણસ છોડે જ નહીં ને ! ગટરમાંથી નીકળતી હોય તો ય, લખી લે ત્યાં ઊભો રહીને ‘અલ્યા, ગંધ આવે છે ને ?” ત્યારે કહે, ‘લખી લે. સારી વાત કોઈ માણસ છોડે જ નહીંને, ટેપરેકર્ડની હોય કે ગમે તેની હોય.
વધુ જોખમ ઘેટાંતે કે ભરવાડને ? પ્રશ્નકર્તા: પંડિતો ઉપદેશ આપે અને સાધુઓ ઉપદેશ આપે, તેમાં વધારે દોષ કોનો લાગે ?
દાદાશ્રી : દોષ તો સાધુઓને, પંડિતોને નહીં. પંડિતો તો જવાબદાર