________________
-------
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
દામ
------------
રહેનાર. અશુચ્ય એટલે પૂર્ણ બ્રહ્મના સ્પર્શે નહીં કરવાથી હંમેશાં સવતા મલને લીધે અપવિત્ર, અનાત્મ એટલે જે આત્મરૂપ નથી એવા જે ધન, દેઢ પિરજનાદિ પદાર્થો, તેને વિષે ક્રમથો નિત્યતા શુચિતા અને આત્મતા—ખ્યાતિ–(આમત્વજ્ઞાન ) તે અવિદ્યા એટલે અજ્ઞાન છે. તત્ત્વને વિષે-શુદ્ધ આત્માને વિષેઅવિનાશીપણાથી નિત્યતા, સકલ કલેપ રહિતપણાથી શુચ્યતા, અને સર્વકાલે પાતાથો અભિન્નપણાએ કરીને આત્મતા. પૂર્વોક્ત બુદ્ધિ તેજ ખરી વિદ્યા છે— અમેાહજ્ઞાન છે—એમ ચાગના આચાર્ય –શ્રીભદ્રબાહુ, જિનભદ્રગણિ હરિભદ્રસૂરિ, પતંજલિ, વસિષ્ઠ, ભગદત્ત, ભાસ્કરાદિ ચેાગશાસ્ત્રના કર્તાએ-કથન કર્યું છે. નિત્યાનિત્યના વિચાર.
यः पश्यन्नित्यमात्मानमनित्यं परसंगमम् ।
छलं लब्धुं न शक्नोति तस्य मोहमलिम्लुचः ॥ २ ॥
આત્મા નિત્ય છે, અને પરસંગ અનિત્ય છે, એમ જે જાણે છે તેને વિષે મેહરૂપી તસ્કર અવકાશ પ્રાપ્ત કરી શકતો નથી.
વિવેચન—વિદ્યા જેણે પ્રાપ્ત કરી છે એવા યાગી આત્માને-અવિચલિત ચિદ્ઘનજીવને—સનાતન અવિનાશી, વિમલ જ્ઞાનના ઉપયાગરૂપી દૃષ્ટિથી જુએ છે. તથા શરીર આદિ સ પરસ ચાગને અશાશ્વત, વિનાશી જુએ છે. એવા વિદ્વાનને વિષે મેહ-અજ્ઞાન, અવિદ્યા, મેાહનીય કર્મીના ઉદયથી થયેલા રાગાદિરૂપી ચેારા, અવકાશરૂપી છિદ્ર પ્રાપ્ત કરવાને સમર્થ થતા નથી.
તથા
तरङ्गत्तरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्यायेदभ्रवद्भङ्गुरं वपुः ॥ ३ ॥
જેની બુદ્ધિ પુષ્ટ છે તે લક્ષ્મીને તરંગવત્ ચપલ જાણે છે. આયુષ્યને વાયુવત્ અસ્થિર જાણે છે. અને શરીરને મેઘની જેમ ભંગુર જાણે છે.
વિવેચન—સત્યજ્ઞાનભાવ અને શુદ્ધ ઉપયાગે કરીને જેની બુદ્ધિ પુષ્ટ છે એવા પુરૂષ, સ્થાવર જંગમ સંપત્તિને જલકલ્લાલ જેવી ચપલ સમજે છે. હૃદયને વિષે ધારે છે. હે જીવ, આ પાપનું મૂલ નાશવંત લક્ષ્મી ચિરકાલ રહેતી નથી; તેને વિષે શું રક્ત થવું એવી ભાવના ભાવે છે—જીવિત છે તે પવનની જેમ અસ્થિર છે, અને શરીર મેઘઘટાની જેમ ક્ષણમાં દેખાઇ ક્ષણમાં નષ્ટ થાય એવું છે. એમ જે સમજે તે વિદ્યાવાન છે, શરીર ક્ષણમાં નાશ થાય એવું છે એ વાત જ્ઞાનવિલાસમાં સ્પષ્ટ બતાવેલી છે. જુઆ પદ અગીઆર.