Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
થી પાદલિપ્ત સૂરિએ કરાવેલા ઉદ્ધારની કથા
૪૩
રીતે નિરીક્ષણ કરી પૂર્વ દિશામાં ગમન કરનારી જાણીને ગુરુ પાસે કહેવા લાગ્યા કે ગંગાનદી પૂર્વદિશા તરફ ગમન કરનારી છે. અમે તત્વ જાણતા નથી, તત્ત્વતો ગુરુ જાણે. ગુએ કહેલું દુષ્કર પણ શિષ્યોએ કરવું જ જોઈએ. હયું છે કે :
मिणगोण संगुलीहिं, गणेह वा दन्तचक्कलाई से। इच्छंति भाणिउणं, कजं तु तमेव जाणंति ॥१॥ कारणविउ कयाइ, सेयं कायं वयंति आयरिया; तं तह सद्दहियव्वं, भवियव्वं कारणेण तहिं॥२॥
માછલાં અને સર્પને અંગુલીવડે ગણો, અથવા તેના દાંતના સમૂહને ગણો, એમ કહેવાને ઇચ્છે છે, કાર્ય તો તે જ જાણે છે.
કારણને જાણનાર આચાર્ય ક્યારેક લ્યાણકારક કાર્યને ધે છે. (બોલે છે, તેને કેવી રીતે શ્રદ્ધા કરવી જોઈએ. ત્યાં કોઈ કારણ હોવું જોઈએ. ગુરુના શિષ્ય અને પોતાના સેવક્તા વિનયનું કારણ જાણીને રાજાએ હયું કે મારાવડે વિનીતપણું ગુરુકુલમાં જોવાયું. કહયું છે કે રાજાવડે પુછાયેલા ગંગા ક્યા મુખે વહન કરે છે? (વહે છે?) એમ ગુરવડે કહેવાયેલા શિષ્ય જેમ સંપાદન કર્યું તેવી રીતે સર્વકાણે કરવું જોઇએ. રાજાએ ગુના શિષ્યોને શિષ્ટ અને વિનીત જાણીને શ્રીગુરુને નમસ્કાર કરતાં વિશેષ કરીને જૈનધર્મ બૂલ ર્યો. (સ્વીકાર્યો)
એક વખત ગુરુ પાટલીપુત્રમાંથી લાદેશમાં ગયા અને ત્યાં શ્રાવકોને કર્ણને સુખ આપનારું દઢ વ્યાખ્યાન ક્યું. તે પછી સાધુઓ અનુક્રમે ગોચરચર્યા (ગોચરી)માટે ગયા ત્યારે શાળાની અંદર તે આચાર્ય બાલકો સાથે ક્રીડા કરવા લાગ્યા. એ પછી અકસ્માત શ્રાવકોને આવેલા જોઈને આકારને છુપાવીને જલદી પોતાની જાતે આસન પર બેઠા. શ્રાવો ગયે ને બીજા ઓરડામાં જઈને ફરીથી આચાર્ય રમે છે. ત્યાં વાદીઓ આવ્યા. ત્યાં મનુષ્યોને નહિ જોવાથી વાદીઓએ ફૂડ – ડુકુ શબ્દ કરે છતે આચાર્ય મ્યાઉ શબ્દ ર્યો.
માઉ એ પ્રમાણે આચાર્ય કરેલા બિલાડાના શબ્દને સાંભળીને એ વખતે તે વાદીઓ આચાર્યનાં ચરણોને નમીને આ પ્રમાણે બોલ્યા.
હાજર જવાબી ! આચાર્ય ! જ્ઞાનીઓમાં મુખ્ય ! હે બાલ સરસ્વતી ! તમારા સરખો કોઈ પૃથ્વીઉપર ભ્રમણ કરતાં અમારાવડે જોવાયો નથી. સ્વામીની સાથે તે વાદીઓએ ગોષ્ઠી કરી ત્યારે એક વાદી ગુસ્સે નમીને મોટે સ્વરે આ પ્રમાણે પ્રગટપણે બોલ્યો. હે પાલિપ્ત સૂરિ ! તમે કહો કે પ્રગટપણે સક્લપૃથ્વીમંડલ ઉપર ભમનાર વડે કોઈ ઠાણે ચંદનરસથી શીતલ એવો અગ્નિ હોય છે?
તે વખતે ગુરુએ કહયું કે – અપયશના અભિયોગથી દુ:ખી થયેલા – શુદ્ધ હૃદયવાળા પ્રગટપણે વહન કરતાં પુરુષને ચંદનરસથી શીતળ એવો અગ્નિ હોય છે.
તે આચાર્યના વચનવડે તુષ્ટ થયેલા તેઓએ સ્પષ્ટરીતે શ્રી ગુસ્સે કહયું કે હે આચાર્ય! સાક્ષાત્ દેવગુરુ એવા