________________ દ્વિતીય પરિચછેદ. (23) એને પ્રકાશથી ભરી દેતો હતે. " આવો મણિ સુરલોકમાં જ સંભવે. આપની પાસે એ શી રીતે આવ્યે?” ધનદેવે ખૂબ આતૂરતા ને આગ્રહ સાથે પ્રશ્ન કર્યો. તમારી કલ્પના બરાબર છે. આ મણિ સુરલોકને જ છે, અને મને એ મણિ કેમ મળી આવ્યું તે વાત પણ એટલી જ કુતૂહળતાવાળી છે.” સુપ્રતિષ્ઠ એટલું કહી ધનદેવની સામે જોયું. ધનદેવના ચહેરા ઉપર ઉત્સુકતા છવાએલી જોઈ સુપ્રતિષ્ઠ કહેવા માંડયું: " એક દિવસે પ્રભાતકાળમાં જ ધનુષબાણ ધારણ કરી કેટલાક માણસો સાથે હું મૃગયા ખેલવા ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા. થોડે દૂર જતાં તરવરાથી છવાએલી એક વનસ્થલીમાંથી કોઈના રૂદનને અવાજ સંભળા. અવાજ ઉપરથી તે સ્ત્રીને સ્વર હોય એમ લાગ્યું. અવાજ તરફ લક્ષ આપી મેં આગળ ચાલવા માંડ્યું. હવે તે તું મારા પંજામાં બરાબર સપડાઈ છે. અહીં તને કેઈ બચાવી શકે એમ નથી " એવા શબ્દ અભિમાનપૂર્વક કે પુરૂષ બોલતે હોય એમ સંભળાયું. એટલામાં જરા તપાસ કરવા માંડી ત્યાં તે એક વૃક્ષ નીચે કઈ દિવ્ય - પુરૂષ નાગપાશથી બંધાએલો પડ્યો હોય એમ હું બરાબર જોઈ શકયે. નાગપાશની દુસહ વેદનાને લીધે એ પુરૂષના મુખમાંથી વચમાં વચમાં વેદનાના મંદ સ્વર બહાર આવતા. એ પુરૂષની દિવ્યતા અને તેની ઉપર આવી પડેલી આ આપત્તિ જોઈ મારી આંખ આંસુથી ભીંજાઈ ગઈ. પિલા પુરૂષે મારી આ સ્થિતિ જોઈ કહ્યું –“વિલાપ કરવાથી કઈ અર્થ નહીં સરે. જે તમને મારી દશા ઉપર દયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust