________________
"અનાજ ન પાકે, દુષ્કાળ પડે, લેને અનાજનું કષ્ટ હોય, જેથી સારું અનાજ સારા ઊંચા ભાવે વેચાય અને હું ધનવાન થાઉં. હિંસાનંદી વકીલ એમ ઈચછે કે ભાઈ ભાઈમાં, માતાપુત્રમાં પરસ્પર ઝઘડા થાય, મુકદ્દમા ચાલે હું ખૂબ ધન કમાઉ અને જગતના પ્રાણી પરસ્પર મારપીટ કરે, જદારી દાવા ચાલે અને મને ઘણું ધન મળે.” હિંસાનદી વેશ્યા એમ ઈચ્છે કે ધનવાનના પુત્રે પોતાની સ્ત્રી ઉપર
નેહ ના કરે અને મારા પ્રતિ સ્નેહ કરે. મને પિતાનું બધું ધન આપી દે. એ ધર્મ કાર્યથી વિરક્ત થઈ જાય.” હિંસાનંદી લુંટારા મનુષ્યને બંદૂકની ગળી કે તરવારથી મારી ધન લૂંટી લે છે.
હિંસાનંદી દેવદેવીઓના નામે, પરમેશ્વરના નામે નિર્દયપણે પશુઓનું બલિદાન આપી, શિકારમાં પશુઓની ઘાત કરી અને માસાહાર માટે પશુઓને વધ કરી બહુ પ્રસન્ન થાય છે. હિંસાનંદી વેપારી પશુઓ ઉપર બહુ ભારે ભાર લાદી, તેમને મારીને ચલાવે છે, ભૂખ્યાં, તરસ્યાં હોવા છતાં પણ અન્નાદિ આપતા નથી. તેમને દુખી કરી પોતાનું કામ કરાવે છે. હિંસાનદી ગામમાં, વનમાં અગ્નિ લગાડી પ્રસન્ન થાય છે, સહજ સહજમાં કેબિત થઈ મનુષ્યની ઘાત કરી નાખે છે. જગતમાં હિંસાને પ્રચાર થતો જાણી પ્રસન્ન થાય એવા હિંસાનદીના ભાવ હોય છે હિંસાનદી વ્યર્થ પાણીને વિશેષ બગાડ કરી, મિદી, અગ્નિ લગાડી, વાયુને આકુલિત કરી, વૃક્ષોને કાપી પ્રસન્ન થાય છે. હિંસાનદીનાં બહુ જ ક્રૂર પરિણામ હોય છે. દઈ દેપિત મનુષ્ય પોતાની બુલ દોષને સ્વીકાર કરી તેની આધીનતામાં તેના તાબામા આવે છે તે પણ તેની ઉપર ક્ષમા નથી કરતે પણ તેને જડમૂળથી નાશ કરી બહુ પ્રસન્નતા માને છે.
૨. મૃષાનંદી–જે અસત્ય બેલી,બેલાવીને અસત્ય બેલા જાણી-શ્રવણ કરી બહુ જ પ્રસન્ન થાય છે તે મૃષાનંદી રૌદ્રધ્યાની છે.