________________
પ્રત્યેકબુદ્ધ શી જયવર્મ (દ્વિમુખ)નું ચરિત્ર, (૨૩) વસ્તુનું નાના પ્રકારના ઉપાયથી રક્ષણ કરી શકાય પરંતુ આ ખલે કરેલા નાશને કાંઈ પણ પ્રતિકાર દેખાતો નથી. આ લોકમાં આપણે જે જે વસ્તુઓ દેખીએ છીએ તે પછી દેવગથી દેખાતી નથી. કારણ કે કાલ રૂપની ભાવપરાવર્તિરૂ૫ રસ કરીને પોતાની મરજી પ્રમાણે કીડા કરે છે. સ્વનિ અને આકાશપુષ્પ સમાન થએલી અને થવાની વસ્તુ અર્થકારી નથી. એ કારણ માટે કયે મૂર્ખ પુરૂષ, ક્ષણિક સુખની આશા કરે ? જે સર્વ વસ્તુનું હરણ કરનારા એવા બલીષ્ટ કાલથી ભય ન હોય તે કયો પુરૂષ દેહ કુટુંબ અને સ્ત્રીયાદિ સુંદર ભાવને ન માને ? તે તે સ્થાનને વિષે અમારું હાટું સ્થાન છે કે જ્યાં સર્વ વસ્તુનું હરણ કરવાવા કુશલ એવા કાલનું કિંચિત્માત્ર વિલસિત નથી. ” આ પ્રકારની મહા જંખના જખવાથી તે રાજાને પૂર્વભાવના સંસ્કારથી ઉત્પન્ન થએલે બેધ થયે જેથી તેના અંતરનું સર્વ અજ્ઞાનરૂપ અંધકાર નાશ પામ્યું. તુરત શાસનદેવીએ આપેલા વેષને અંગીકાર કરી અને તૃણની પેઠે રાજ્યને ત્યજી દઈ તે કરકંડુ સાધુ પ્રત્યેકબુદ્ધપણાને પામ્યા. જેને માટે કહ્યું છે કે––ઉજવળ, શ્રેષ્ઠ જાતિવાળા અને સારી રચના વાલાં શિંગડા છે જેને એવા સાંઢને ગષ્ટના આંગણામાં વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થએલે જોઈ બોધથી હિને અને અદ્ધિને વિચાર કરતા એવા કલિંગ દેશને મહારાજા ધર્મ પામે.
॥ इति करकंडु चरित्रं समाप्तम्.
પ્રત્યેક બુદ્ધ શ્રી જયવર્મ (દ્વિમુખ) નું ચરિત્ર,
પંચાલ દેશના આભૂષણ રૂપ અને ઈંદ્રપુરી સમાન કાંપીલ્યપુરમાં ગાઢ સુખવાલે અને શુભ કાર્ય કરનાર જયવર્મા નામે રાજા રાજ્ય કરતા હતા. જેણના સ્વરૂપની આગલ રંભા પણ નિસ્તેજ બની જતી હતી એવી રાજ્યલક્ષ્મીની પેઠે અદભૂત ગુણવાલી તે રાજાને ગુણમાલા નામે સ્ત્રી હતી.
એકદા શુભ મનેરથવાલા અને સર્વોત્કૃષ્ટ એવા તે રાજાએ શિલ્પશાસ્ત્રના જાણ એવા ઉત્તમ કારીગરોને કહ્યું કે “તમે એક અદભૂત સભામંડપ કરી આપ,પછી વાસ્તુશાસ્ત્રના જાણુ પુરૂષાએ પૃથ્વીપૂજા પૂર્વક ભૂમિની પરીક્ષા કરીને સર્વ વિધહારી એવા શુભ મુહૂર્તને વિષે હર્ષથી ખાતમુહૂર્ત કર્યું. અનુક્રમે પૃથ્વીને ખેદતા એવા તે લેકેએ પાંચમે દિવસ દિવ્યમણિના સ્થાનરૂપ અને સૂર્યની પેઠે વાજલ્યમાન એવો એક અભૂત મુકુટ દીઠા, તુરત તેઓએ સભામાં આવીને રાજાને જાણ કર્યું એટલે ભૂપતિએ શીધ્ર ત્યાં જઈને ખોદેલી પૃથ્વીમાંથી અદભૂત એવા તે મુકુટને ગ્રહણ કર્યો. ત્યારબાદ તેણે જયજય શબ્દ તથા વાજીત્રાના નાદ પૂર્વક મહાસંતોષથી તે મુકુટને પોતાના કેશમાં મૂક્યો. રાજાએ વસ્ત્રાદિકથી સત્કાર કરેલા શિલ્પી લેકે સ્વર્ગના વિમાન સમાન અદભૂત સભામંડપ ઝટ તૈયાર કરી આપે. જાણે સ્વર્ગની