________________
( ૧૨ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
તમારી નગરી ઘેરી લીધી છે તે તમારા પુત્ર છે. ” સાધ્વીનાં આવાં વચન સાંભલી પ્રસન્ન થએલા રાજા પુત્ર પાસે ગયા. પુત્ર પણ પિતાને જોઇ તેમના ચરણમાં પડયા. પિતાયે તેને ઉઠાડી આલિંગન કરી અને તેનું મસ્તક સંધ્યું. ખરેખર પિતાને પુત્ર ઉપર આશ્ચર્યકારી પ્રેમ હાય છે.
દધિવાહન રાજાએ પ્રથમ પુત્ર ઉપર હર્ષના આંસુને અભિષેક કરીને પછી તીર્થં જલથી પોતાના રાજ્યના અભિષેક ો અને પેાતે કર્મના વિનાશ કરવા માટે તુરત દીક્ષા લીધી. આ વખતે કરકડુ રાજા એ રાજ્યના અધિપતિ થયા. પછી ઇંદ્રના સરખા પરાક્રમી, પ્રચંડ આજ્ઞાવાલા અને લિંગદેશના મહારાજા એવા કરકડુ ભૂપતિ સવ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા, ઈંદ્રના સરખી સમૃદ્ધિવાલા, સૂર્ય સરખા તેજવાળા અને નિરંતર પૃથ્વીનું પાલન કરતા એવા તેને ઈષ્ટ એવાં ગાકુલા હતાં. ચિન્હ, આકૃતિ અને વર્ણાદિકે કરીને જુદાં જુદાં રાખેલાં તે ગાકુલાને જોતાં છતાં તે રાજાની દ્રષ્ટિ અહુ તૃપ્તિ પામતી.
એકાદ કરકડુ રાજાએ, સ્ફટિક મણિના સમાન કાંતિવાલા તથા વર્ણ અને આકૃતિએ કરીને શ્રેષ્ટ એવા કાઈ એક નાના વાછરડાને દીઠા તેથી તે હુ ંમેશાં ગાવાલેાને એમજ કહેવા લાગ્યા કે “ આ વાછરડાને તમારે દુધવડે બહુ પાષણુ કરવા. ” અનુક્રમે કેટલાક માસે મહા બલવંત અને પુષ્ટ શરીરવાલા બનેલા તે સાંઢ પાતાના ઘેરઘુર શબ્દવડે મેઘના ગરવ તુલ્ય ગર્જારવ કરવા લાગ્યા અને ખીજા સાંઢડાઓને ત્રાસ પમાડવા લાગ્યા. જેવી રીતે કૃષ્ણની પ્રીતિ ગરૂડ ઉપર અને ઇંદ્રની પ્રીતિ અરાવણુ હસ્તિ ઉપર હાય છે તેવીજ રીતે કરકડુ રાજાની પ્રીતિ તે સાંઢ ઉપર થઈ. રાજ્યકાર્ય કરવામાં વ્યગ્નચિત્તવાલા મનેલા કરકડું ભૂપાલ કેટલાક વર્ષ સુધી તે સાંઢને જોઇ શકયા નહીં. તેથી કેાઈ દિવસ સાંઢને જોવા માટે ઉત્સાહથી ગાકુલ પ્રત્યે ગયા. બહુ વખત શેાધ કર્યા છતાં પણ સાંઢને દીઠા નહી. તેથી તેણે ગાવાલાને પૂછ્યું કે “ મ્હારા માનવ ંતા સાંઢ કયાં છે ? ” પછી ગાવાલાએ વૃદ્ધાવસ્થાને લીધે જીણુંમની ગએલા, પડી ગએલા દાંતવાલા, મળ અને રૂપ રહિત શરીરવાલા ખીજા વાછરડાઓએ સંઘટિત કરેલા દેહવાલેા અને દુલ અગવાલે તે સાંઢ દેખાડયા, રાજા તેવા પ્રકારના સાંઢને જોઇ તેની વિષમ દશાને વિચાર કરતા છતા તત્કાલ ઉત્પન્ન થએલા ક્ષેાભથી મનમાં ચિતવવા લાગ્યા. “ અહા ! જેની ગર્જના સાંભલીને ગધારી મ્હોટા વૃષભો પણ દૂરથી ગાષ્ઠમાં નાશી જતા તે આ સાંઢ આજે ખીજા નાના વાછરડાએથી સંઘટ્ટન કરાય છે. સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને સંહાર કરવામાં રહેલા આ અનવસ્થિત કાલ, ખરેખર ઈષ્ટવસ્તુના સંચાગની પેઠે તેના વિયેાગ કરાવે છે માટે તેને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ. વલી આશ્ચય તા એ છે જે મ્હાટા ઉદરવાલા આ પાપી કાલ જીવ અને નિર્જીવવાળા એવા આ લેાને સરજી સરજીને પાછા ગલી જાય છે છતાં તે તૃપ્તિ પામતા નથી. દુષ્ટ થકી પણ નાશ પામતી એવી