Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સનેહસંબંધ
કર્ણના પડદાને ધમધમાવી દેતી હતી. આવા ભયંકર જગલમાં એના ધમ સિવાય એનું રક્ષણ કણ કરે તેમ હતું ?
અરે માણસને માથે આફત આવી પડે છે ત્યારે ચાહના બધા દૂર થઈ જાય છે, ને કરેલાં કર્મ સ્વયમેવ . પોતાને જ ભેગવવાં પડે છે, પરભવે કંઈ પણ એવી અધમ કરણી કરી હશે જેનું આ ફળ મલ્યું. પ્રાણથી અધિક વહાલા પતિએ પણ વેરીની ગરજ સારી. અરે આ મારી આભૂષણ યુક્ત મનહર બહુ લતા અત્યારે તો ખંડિત થઈ ગઈ. બન્ને હાથ મારા ઠુંઠા થઈ ગયા. હવે શું કરું? આ દુઃખ કેને કહું. રૂદન અને વિલાપ કરતી દુ:ખની મારી કલાવતી હવે માત્ર મૃત્યુની જ રાહ જોતી જળ વગરની માછલીની જેમ દુખથી તરફડવા લાગી હસ્તની વેદનાએ એને આકુળવ્યાકુળ કરી હતી. પણ શું કરે? વિધિની અજબ કરામતમાં માનવીની બુદ્ધિ ક્યાં સુધી ચાલી શકે? તે પૂરા દિવસ હોવાથી ગર્ભની સ્થિતિ પણ પરિપત્ર થઈ ગઈ હતી, તેથી આવા આફતના પ્રસંગે એને બીજી પ્રસવજન્ય વેદના પણ ઉત્પન્ન થઈ “હા ! દેવ ! તું પણ બરાબર તારે બદલે લઈ લે. દુર્જનની માફક કેલું દૈવ, પણ એક દુખ જ્યાં પૂર્ણ થતું નથી ત્યાં બીજુ તૈયાર કરે છે. હાય! તારે પણ સમય છે. જગતમાં સમયની બલિહારી છે. પ્રસવની વેદનાથી કલાવતી ત્યાંથી ઘસ ડાતી પ્રસડાની આગળ ચાલી. નજીકમાં જ ઘુઘવાટ કરતી પડછડ અને પ્રચંડ કાયાવાળી શયામ સરૂપા સિંધુ નદીના કિનારા નજીક આવી, જ્યાં નાનાં નાનાં ઝાડવાઓના જુથનાં જુથ આવી રહેલાં હતાં. એ જુથના આતર પ્રદ શામાં આવતા ત્યાં પણ કલાવતીને કેટલીક વેદના થઈ, એ કટને સહન કર્યા વગર કોઈ છૂટકો નહોતો, કારણ કે એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com