________________ 10 ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદીરણાનું સ્વામિત્વ (૩૧)યશ :- સૂક્ષ્મ જીવો, તેઉકાય, વાયુકાય અને નારકી સિવાયના કેટલાક પર્યાપ્તા જીવો યશની ઉદીરણા કરે છે. (32) ઉચ્ચગોત્ર :- દેવો, સંતો અને કેટલાક મનુષ્યો ઉચ્ચગોત્રની ઉદીરણા કરે છે. (33) દુર્ભગ, અનાદેય = ર :- એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, નારકો, સંમૂછિમ મનુષ્યો, સંમૂચ્છિમ તિર્યંચો, કેટલાક દેવો, કેટલાક ગર્ભજ મનુષ્યો અને કેટલાક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો દુર્ભગ અનાદેયની ઉદીરણા કરે છે. (34) અયશ :- સૂક્ષ્મ જીવો, તેઉકાય, વાયુકાય, નારકો, અપર્યાપ્ત જીવો અને કેટલાક શેષ જીવો અયશની ઉદીરણા કરે છે. (૩૫)નીચગોત્ર :- નારકો, તિર્યંચો અને કેટલાક મનુષ્યો નીચગોત્રની ઉદીરણા કરે છે. (36) જિન :- ૧૩માં ગુણઠાણે રહેલા તીર્થકર ભગવંતો જિનનામકર્મની ઉદીરણા કરે છે. (37) નિદ્રા 2 :- ઈન્દ્રિયપર્યાપ્તિથી પર્યાપ્ત ક્ષપકશ્રેણીમાં નહીં રહેલા ૧૧મા ગુણઠાણા સુધીના જીવો નિદ્રા રની ઉદીરણા કરે છે. મતાંતરે ક્ષપકશ્રેણિમાં પણ ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી નિદ્રા રની ઉદીરણા થાય છે. (38) થિણદ્ધિ 3 :- યુગલિકો-વૈક્રિયશરીરી-આહારકશરીરી અપ્રમત્તસંયત સિવાયના ઈન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્ત શેષ જીવો થિણદ્ધિ ૩ની ઉદીરણા કરે છે. (૩૯)સાતા, અસાતા = ર :- તે તે વેદનીયકર્મના ઉદયવાળા ૧લા ગુણઠાણાથી દઢા ગુણઠાણા સુધીના જીવો આ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે.