________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદીરણાનું સ્વામિત્વ (24) ઉદ્યોત :- પર્યાપ્તા બાદર પૃથ્વીકાય-અપકાય-વનસ્પતિકાય વિકલેન્દ્રિય -પંચેન્દ્રિય તિર્યંચ, ઉત્તરક્રિયશરીરી દેવી'- સંતો અને આહારકશરીરી સંયતો ઉદ્યોતની ઉદીરણા કરે છે. (25) સુખગતિ :- શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત કેટલાક મનુષ્યો, કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો, દેવો, ભોગભૂમીના મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, ઉત્તરવૈક્રિયશરીરી અને આહારકશરીરી સુખગતિની ઉદીરણા કરે છે. (26) સુસ્વર :- ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત કેટલાક વિકલેન્દ્રિયો, કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો, કેટલાક મનુષ્યો, દેવો, યુગલિકો, ઉત્તરક્રિયશરીરી અને આહારકશરીરી સુસ્વરની ઉદીરણા કરે છે. (27) કુખગતિ :- શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત વિકસેન્દ્રિયો, કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો, કેટલાક મનુષ્યો અને નારકો કુપગતિની ઉદીરણા કરે છે. (૨૮)દુઃસ્વર :- ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત કેટલાક વિકલેન્દ્રિયો, કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો, કેટલાક મનુષ્યો અને નારકો દુ:સ્વરની ઉદીરણા કરે છે. (29) ઉચ્છવાસ :- શ્વાસોચ્છવાસપર્યાપ્તિથી પર્યાપ્ત બધા જીવો ઉચ્છવાસની ઉદીરણા કરે છે. (30) સુભગ, આદેય = 2 :- કેટલાક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચા, કેટલાક ગર્ભજ મનુષ્યો અને કેટલાક દેવો આ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે. 1. દેવોને સ્વાભાવિકશરીરમાં ઉદ્યોતના ઉદય-ઉદીરણા ન હોય. ર. કેવળીને વચનયોગનો નિરોધ ન થાય ત્યાં સુધી સ્વરની ઉદીરણા થાય છે 3. કેવળીને ઉચ્છવાસનો નિરોધ ન થાય ત્યાં સુધી ઉચ્છવાસની ઉદીરણા થાય છે.