________________ ઉત્તરપ્રકૃતિમાં પ્રકૃતિઉદીરણાનું સ્વામિત્વ (૧૭)પહેલા 5 સંઘયણ, મધ્યમ 4 સંસ્થાન = 9:- તે તે પ્રકૃતિના ઉદયવાળા શરીરસ્થ પર્યાપ્તા મનુષ્યો - પંચેન્દ્રિય તિર્યંચો આ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. ક્ષપકશ્રેણિવાળા જીવો ૧લા સંઘયણની જ ઉદીરણા કરે છે. (18) સેવાર્ય સંઘયણ :- સેવા સંઘયણના ઉદયવાળા શરીરસ્થ મનુષ્યો, પંચેન્દ્રિય તિર્યંચો અને વિકલેન્દ્રિયો સેવાર્ત સંઘયણની ઉદીરણા કરે છે. વિકસેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો-મનુષ્યો સેવાર્ત સંઘયણની જ ઉદીરણા કરે છે. (19) સમચતુરગ્ન સંસ્થાન :- સમચતુરગ્ન સંસ્થાનના ઉદયવાળા શરીરસ્થ મનુષ્યો, પંચેન્દ્રિય તિર્યંચો, આહારકશરીરી, વૈક્રિયશરીરી અને દેવો સમચતુરગ્ન સંસ્થાનની ઉદીરણા કરે છે. આહારકશરીરી, ઉત્તરક્રિયશરીરી મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, ભોગભૂમીના મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચા અને દેવો સમચતુરગ્નસંસ્થાનની જ ઉદીરણા કરે છે. (૨૦)હુંડક સંસ્થાન :- હુંડક સંસ્થાનના ઉદયવાળા શરીરસ્થ એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયો, નારકો, મનુષ્યો, પંચેન્દ્રિય તિર્યંચો, લબ્ધિઅપર્યાપ્તા જીવો હુંડક સંસ્થાનની ઉદીરણા કરે છે. એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, નારકો અને અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો-મનુષ્યો હુંડક સંસ્થાનની જ ઉદીરણા કરે છે. (૨૧)આનુપૂર્વી 4 :- તે આનુપૂર્વીના ઉદયવાળા વિગ્રહગતિમાં રહેલા જીવો આનુપૂર્વી ૪ની ઉદીરણા કરે છે. (૨૨)પરાઘાત :- શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત જીવો પરાઘાતની ઉદીરણા કરે છે. (23) આતપ :- સૂર્યના વિમાનમાં રહેલા પર્યાપ્તા બાદર પૃથ્વીકાય જીવો આતપની ઉદીરણા કરે છે.