________________
નવયુગને જૈન
પ્રમાણિક મતભેદ એ ભૂષણ છે
આ ચર્ચા વિશાળ દૃષ્ટિએ કરવાની છે અને વાચકવર્ગને વિજ્ઞપ્ત કરવાની છે કે કઈ દષ્ટિબિન્દુ એની નજરમાં ન ઊતરે તે પણ સાવંત એક વાર આખો લેખ તેણે વાંચી જવો. એમાં ગળે ન ઊતરે એવી વાતથી ચિંતા કરવા કરતાં નવયુગની ભાવનાની દિશા સમજવાના અનેક પ્રસંગે જરૂર મળશે અને આ લેખ વિચાર્યા પછી પિતાના અભિપ્રાય બીજા વાચન વખતે તપાસી જેવાના પ્રસંગે પણ પ્રાપ્ત થશે. વિશાળ ચર્ચા કરતાં મગજનું સમતોલપણું જળવાઈ રહેવાની ખાસ આવશ્યકતા પર ભાર મૂકવાની ભાગ્યે જ જરૂરિયાત હોય. ભૂમિકા રૂપે જરૂરી ખુલાસા આવશ્યક છે. વર્તમાન કેળવણું જે અનેક નવી ભાવનાઓ આપણને શીખવે છે તેમાં એક મુદ્દાની વાત એ છે કે મતભેદથી જરા પણ ગભરાવું નહિ. પ્રમાણિક મતભેદ એ સમાજ શરીરનાં સ્વાસ્થનું અંગ છે, એ ભૂષણ છે, એ દૂષણભાવ છે. અનેકનાં નવનવાં દષ્ટિબિન્દુઓ સમજવાં અને સમજીને તેને ઘટાવવાં એ વિચારવિશાળતાને લહાવો છે. આપણા દેશમાં વિચારકશક્તિ ઘણી બળવાન હતી એ આપણે ન્યાયના અને દાર્શનિક ગ્રંથ વાંચતાં જરૂર જોઈ શકીએ છીએ, પણ વિચારપરિબળ સાથે વિચારસહિષ્ણુતા ઘણી ઓછી જોવામાં આવે છે. અન્યને મતભેદ ઘણી વાર ખેદકારક અંગત સ્વરૂપ પકડી લેતે અને સેંકડો બાબતમાં મત ઐક્ય હોય, પણ એક બાબતમાં મતફેર થાય તો કલેશનું રૂપ લઈ લેતે હતે. એવા અનેક પ્રસંગે આ ઉલ્લેખમાં પણ જોવામાં આવશે. અહીં પ્રસ્તુત વાત એ છે કે ચર્ચાના સ્વીકૃત ધોરણે સ્વીકારી ચર્ચા જરૂર કરવી, પણ આપણાથી
અન્ય વિચારક હોઈ શકે જ નહિ, કે આપણું જ વિચારમાં સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com