________________
પ્રકરણ ૧ લુ ભૂમિકા
6
કાઈ પણ પ્રજાને પ્રગતિ કરવી હાય તા તેણે ભવિષ્ય ઉપર નજર નાંખવી જોઈએ. જે પ્રજા માત્ર પોતાની ભૂતકાળની વિશિષ્ટતા ઉપર માન લઈ, તે પર ગૌરવ રાખી ખેસી રહે છે તે આ યુગમાં ટકી શકે તેમ નથી. એને ધસારાના રોગ લાગે છે અને એને ક્રમિક વિકાસ અટકી જઈ એ ધીમે ધીમે નાબૂદ થતી જાય છે, આ મુદ્દાથી નવયુગના જૈન કેવા થશે?' એ સહજ પ્રશ્ન પ્રાપ્ત થાય છે. એ વિચારણા ખૂબ અવલાકનને પરિણામે અનેક દષ્ટિબિન્દુઓથી કરવાની છે. એને લઈને આપણે નવયુગના જૈન રીતસર શિક્ષણ લઈ ઈતિહાસના જ્ઞાનથી સુસજ્જ થયેલે, ધર્મના શુદ્ધ તત્ત્વને સ્વીકારનારા, વચ્ચેના વખતમાં દાખલ થઈ ગયેલાં પાંગળાં સાધનાને વિવેકથી સમજનારા, પ્રાગતિક તત્ત્વને પાષનારા અને અનિષ્ટ તત્ત્વ સમજાય તેને પૂરતી સ્વતંત્રતાથી ફેંકી દેવાની જાહેર હિંમતવાળા કલ્પીએ. એ કેવા થશે, એની વિચારણામાં એ શું શું કરશે એની ચર્ચા સાથે, એ ભૂતકાળ તરફ કઈ દષ્ટિએ નજર નાંખશે તે પણ વિચારવાનું બની આવશે અને અનેક દૃષ્ટિબિન્દુથી આધુનિક જૈન પરિસ્થિતિ તપાસવાના પ્રસંગો તેની દૃષ્ટિએ આ ચર્ચામાં સ્થાન પામશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com