________________
{f]>
પરમપ્રભાવક સંઘનાયક
></A><
21010
સાધુતા જ્યારે વેશના મહિમાના સીમાડા આળંગીને વિચાર, વન અને વાણી સાથે એકરૂપ અને છે, ત્યારે એ જીવનસ્પશી બનીને માનવીને કોઇક અનોખા સુખ અને આનંદનો અધિકારી બનાવે છે. આ સુખ અને આનંદ અંતરની ગુણવિભૂતિ અને ગુણગ્રાહક વૃત્તિમાંથી પ્રગટ થતાં હાવાથી એને બાહ્ય સામગ્રી કે આડંબરી આળપંપાળનું દાસપણુ નથી વેઠવુ પડતું. જીવનસાધના આગળ વધતાં આ સ્થિતિ જ સાધકને એક બાજુ સચ્ચિદાનંદમય દશા તરફ દોરી જાય છે અને બીજી ખાજુ વિશ્વવાત્સલ્યના રાહનો યાત્રિક બનાવે છે. સમગ્ર વિશ્વને પેાતાનું મિત્ર કે કુટુંબ બનાવવાના ઉદ્દાત્ત અને સ`મંગલકારી ધ્યેયને વરેલી સાધના એ જ સાચી સાધુતાને પામવાનો રાહુ છે. અને એ રાહુના પુણ્યયાત્રિક નવા માટે ભગવાન તીથ કરે સમભાવલક્ષી અહિંસા, સંયમ અને તપની કેડીએ બતાવી છે.
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયન ફ્રેનસૂરિજી મહારાજ ભગવાન તીર્થંકરે ઉમેાધેલ માક્ષ
૩૩