________________
પાનચંદ્ર પ્રણવું અમારા પાય
રાટ શરણ ઉપર ચડાવે, ને ઘસારાં લાગે, પહેલ પડે, ત્યારે એ મુગટ પર ચડે.
જેણે શરાણુને ઘસારો નથી ખાધે, એવાં લાખ રુપિયાના મણિએ કે હીરાઓ હોય, પણ એ મુગટમાં નથી ચડતાં. એમ જેણે ગુરુમહારાજના કર્કશ અને કઠેર વચને સાંભળ્યાં છે, આનંદથી હદયમાં ઉતાર્યા છે, એ પ્રમાણે વર્તન પણ કર્યું છે, એ જ ગૌરવ પામે છે.
એક કવિએ તે કહી દીધું કે ગુરુમહારાજ મારે આવાં જોઈએ. કેવળ મીઠાંભાષિયા ગુરુ મારે નથી જોઈતાં. તે કેવાં જોઈએ છે? ત્યાં કહે છે –
પરિ વાઢિયાડડા : કૂર મુગમપુકવાતું ! अन्तः साक्षाद्राक्षा-दीक्षागुरवो जयन्ति केऽपि जनाः ॥
ગુરુમહારાજા કેવાં હોય? તે ઉપરથી તે તરવારની ધારા જેવાં જોઈએ. એમને જુએ ત્યાં જ ફફડાટ થઈ જાય કે “હમણાં ગુરુમહારાજ વઢશે, મારશે. હમણાં જ મારું આવી બનશે., આ ડર લાગે.
મોટા મહારાજ કહેતાં હતાં કે અત્યારે ભલે અમારાં વચને તમને કઠેર લાગે. એનાથી ત્રાસ ભલે થાય. પણ એથી અત્યારે તમે અમારાં વચને નહિ સાંભળે, તે પછી વાણિયાના ખાસડાં જ તમારે ખાવાં પડશે. અમારાં વચને સાંભળ્યા હશે તે જ તમે લેકોને ઉપકાર કરી શકશે. નહિ તે–નહિ ભણે, નહિ ગણે, જ્ઞાન-ધ્યાન નહિ કરે, તે મરીને ભરૂચના પાડા થશે.”