________________
૨૬૬
પરિશેષજવી નથી પડતી. અને કામગોને માટે જીવ લક્ષ્મીની. મહેનત પણ કરે છે. જેમ કામની વાસના વધતી જાય તેમ અર્થની વાસના પણ વધવાની. તેથી તેને પણ બેલા પડતો નથી.
(૧૫) એકેનિદ્રયજીવ પણ પરને ઉપકાર કરે છે. એક આંબે આપણને બોધ આપે છે કે-હું વનસ્પતિકાય એકેન્દ્રિય છું, છતાં મારી બધી કેરી હું દુનિયાને આપી દઉં છું. એક પણ રાખતું નથી. ફળના ભારથી નમી જાઉં, છતાં પરના ઉપકાર માટે હું મારું દુઃખ જરાય ગણતે નથી. તે હે માનવ! તું તે પંચેન્દ્રિય છે. તારાંથી બને. તેટલે દુનિયાને ઉપકાર કરી લે. નહિતર આ મહાન પુણ્ય. મળેલ માનવ જીવન નિષ્ફળ છે. - (૧૬) તંબૂરો આપણને ઉપદેશ આપે છે કે મારાં ત્રણે તાર સરખાં હશે, તે હું બરાબર વાગીશ અને આનંદ. આવશે, પરંતુ ત્રણે તાર જુદાં જુદાં હશે, તે હું હું, ભું થશે. આનંદ ઊડી જશે. તે જ રીતે માનવના. મન-વચન-કાયાની એકાગ્રતા હશે તે તે ધર્મધ્યાન કરી શકશે. એનાથી અને આનંદ આવશે. અને મન-વચનકાયાના ત્રણે તાર જુદાં હશે તે જ્ઞાન-કિયામાં આનંદ, નહિ આવે.
(૧૭) આત્મા જ્યાં સુધી આકારવાળે છે, ત્યાં સુધી સામે આકાર જોઈશે. જગતના તમામ જીને આકૃતિની જરૂર છે. જેમ ૧૨૫ માંથી ૧૨૫ જાય તે નીચે શું રહે?