________________
૨૪
પરિશેષ-૧ ” (૧૦) ભકિતના ત્રણ ભેદ છેઃ રાજસી, તામસી અને અને સાત્વિકી. આ ભવ કે ભવાંતરની ઈચ્છાથી જે ભક્તિ કરે તે રાજસી. કેઈને મારી નાખવાની કે ખરાબ કરવાની બુદ્ધિથી કરે તે તામસી. અને જેમાં નિઃસ્વાર્થ ભાવે સર્વસ્વ સમર્પણ કરે તે સાત્વિકી. . (૧૧) કર્મને ક્ષય, ઉપશમ, અને ક્ષયોપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ભાવ, એ-પાંચ કારણેથી થાય છે. - જેમ મદિરાથી જ્ઞાનનું આવરણ આવી જાય અને બ્રાહ્મીથી જ્ઞાનને ક્ષયે પશમ થાય. અહીં દ્રવ્ય (મદિરાબ્રાહ્મી) કારણ છે.
ગિરિરાજનું (સિદ્ધાચલતીર્થનું) આલંબન પામી જીવના પરિણામ શુદ્ધ થાય, તેથી કર્મને ઉપશમ-ક્ષપશમ થાય. અઢી દ્વીપમાં કઈ એ ખાલી ભાગ નથી કે જ્યાંથી અનંતા છે મેક્ષમાં ન ગયાં હોય. શત્રુંજ્યની ભૂમિમાં અનંત જી મેક્ષમાં ગયા, અને બીજે ઠેકાણેથી પણ અનંતા મેક્ષમાં ગયાં. છતાં ફેર કેમ? શત્રુંજયનું આલંબન પામીને જીવ કલ્યાણ સાધે છે, અને બીજી ભૂમિમાં નથી પામી શકતે. આનું શું કારણ તે ઉત્તરમાં “શત્રુજ્યની ભૂમિની સ્પર્શના એ જ નિમિત્ત છે. બીજે ઠેકાણે આવું નથી બનતું, એમાં એ ક્ષેત્રને-એ ભૂમિને જ દોષ સમજ. ( પુરાણમાં પણ શ્રવણને દાખલે આવે છે કે એણે કુરુક્ષેત્રની ભૂમિમાં માત-પિતા પાસે પણ ભાડું માગ્યું. એ ક્ષેત્રને દોષ છે.