Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 339
________________ ૨૮૬ પરિશેષ–૩ દરેક વસ્તુની સિદ્ધિમાં અને વ્યવહાર દષ્ટિએ પણ અરસપરસના સંઘર્ષોને-મતભેદને, મનભેદને દૂર કરી, સમ ન્વય સાધી, સંપ અને એકતા કરવામાં મહાન આલંબન છે. આ રીતના પ્રભુના સિદ્ધાંતે જગત સમક્ષ મૂકવાની અત્યારે વધારેમાં વધારે જરૂર છે. દુનિયા હિંસા, કલેશ, કંકાસ અને લડાઈથી કંટાળી ગઈ છે. ભૌતિક સુખમાં રાચતી દુનિયાને આ મહાવીરના સિદ્ધાંતેથી જરૂર ફાયદો થવાને છે અને જગતની શાંતિ માટે પણ આ સિદ્ધાંતને પ્રચાર અનિવાર્ય છે. અને તે હેતુસર આ ઉજવણું થાય છે. પ્રભુ મહાવીરના ચાલતા ર૫૦૦મા નિર્વાણ મહોત્સવમાં આજે પ્રભુ મહાવીરના જન્મકલ્યાણકની એટલે પ્રભુની જન્મ જયંતીની આ ઉજવણી થાય છે. नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्व सु । પ્રભુના જન્મ વખતે જગતના સર્વ અને આનંદ થાય છે. તેમજ નારકીના જીને પણ આનંદ થાય છે. ઉજવણીની રીતરસમાં એટલે કે કાર્યક્રમોની પદ્ધતિમાં ફેર હોઈ શકે છે, પણ દરેકને હેતુ તે એટલે જ હોય છે કે–પ્રભુ મહાવીરના સિદ્ધાંતોને પ્રચાર થાય અને ધર્મની પ્રભાવના વધે. એટલે તે રીતરસમાં વાંધા ઉઠાવવા, તે પણ વાજબી નથી, પણ પ્રભુ મહાવીરના સિદ્ધાંતને વધુમાં વધુ કેમ પ્રચાર

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342