________________
૨૮૮
પરિશિષ-૩ કઈકહેશે કે, મારે પ્રભુની પૂજા કેસરથી કરવી છે.” કઈ વળી કહેશે કે, “મારે ચંદનની પૂજા કરવી છે. કોઈ વળી કહેશે કે, “અમારે કંકુથી પૂજા કરવી છે.” અને કઈ કહેશે કે, “અમારે તે સિંદૂરથી પૂજા કરવી છે. આ બધાનું ધ્યેય પ્રભુની પૂજા અને ભકિતનું જ છે.
કેઈ કહે છે કે હું આ પત્થરને દેવ માનું છું. કેઈ કહે છે કે હું આ ચીંથરાને ભગવાન માનું છું. તે તે પત્થરની કે ચીંથરાની નિંદા કરી અને તેને બેટી રીતે ચીતરીને સામાનું હૃદય દુભવવું તે વાજબી નથી. એટલું જ નહિ, પણ સામાના હૃદય ને દુભવનાર કાયદેસર ગુનેગાર પણ બને છે.
ભગવાન મહાવીરનું આજે-રૌત્ર સુદિ તેરશ, બુધવાર તા. ૨૩-૪-૭૫ના દિવસે જન્મકલ્યાણક છે. એ પ્રભુનું જન્મકલ્યાણક જગતના દરેક જીવને શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ, અદ્ધિ, વૃદ્ધિ, સુખ, સૌભાગ્ય અને મહદય આપનારું થાઓ.
illullHIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII/ 'unnilinguiiiiiiiiiiiiiiiiiiiiiiiii