________________
૧૧૦ -
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ત્યારે અમે એ પ્રમાણે થોડુંક કર્યું છે, તે અત્યારે તમારી આગળ બે શબ્દ ઉપદેશના કહીને ઉપકાર કરી શકીએ છીએ. નહિ તે એટલું ય ન કરી શકત.
એટલે ગુરુ કેવાં જોઈએ? ઉપરથી તે કરવાલની ધારા જેવાં દેખાય. ક્રર હેય. અને સર્ષની જેમ કુંફાડા મારતાં હેય, પણ એમનું હૃદય કેવું હોય? તે એમના હૃદયમાં તે એક જ ભાવના હોય કે–આનું કેમ હિત થાય? “આ આગળ કેમ આવે?' એ એક જ ઈચ્છા હોય. કેની જેમ? તે દ્રાક્ષ કેવી મીઠી હોય છે? એ દ્રાક્ષ જેવી મીઠી શિખામણ, એ જેમના હૈયામાં ભરેલી છે, અને એવી શિખામણ આપવાની જ જેમની ઈચ્છા હોય, એવાં ગુરુઓ પતિજય પામે છે.
આવાં ગુરુ હશે તે જ મારું કલ્યાણ થશે. મીઠાંભાષિયા ગુરુની મારે જરૂર નથી.
આવા ગુરુમહારાજાની સેવા જેમણે કરી હશે, વિનય કર્યો હશે, એ જ આગળ જ્ઞાન મેળવી શકશે. અને આવાં ગુરુઓને-સપુરુષોને જેને સમાગમ નથી, એવાં જીવમાં અવિવેક ને અવિનય હોય છે.
પિલાં રાજામાં યૌવન, રાજયવૈભવને અધિકાર તો છે જ, પણ અવિવેક પણ છે. એટલે એ ગુસ્સામાં લે છે. પણ મહાત્મા તે એ સહન કરે છે. એ સમજે છે કે “આપણે સહન કરીશું, તે જ ઉપકાર થઈ શકશે, એ સહન કરવાની