________________
૨૮:
મેં કીને સહો પ્રવચન પરશું રાગ - સૂર્ય પણ મંગળરૂપ છે. અંધારાને નાશ કરનાર છે. સૂર્ય ઉગે કે અંધારું નાસી જાય છે. સૂર્યનું એક કિરણ પૃથ્વી પર પડે ને અંધારાના ગોટે ગેટાં નાસભાગ કરી મૂકે, ઝપાટાબંધ ભાગી જાય, ભાગવા જ માંડે. એમ પ્રભુનું વચન હૃદયમાં જરાક પણ જો આવી જાય, તે આપણાં હૃદયનાં અંધારાં નાસી જાય.
ત્યારે આપણાં હૃદયમાં વળી કયા અંધારા છે? તે કહે છે કે-ઘણું છે. હદયમાં ય અંધારા ઓછાં નથી. ભભવમાં – અનેક ભવેમાં – ભેગાં કરેલાં – બાંધેલા કર્મોરૂપી અંધારા આપણું હૃદયમાં પડયાં છે. એનો નાશ ભગવાનનાં વચનથી થાય છે.
ભગવાનનું વચન સૂર્યબિંબ જેવું તે ખરું. પણ આ સૂર્યનું બિંબ બહાર નીકળે–ઊગે ત્યારે બધું દેખાય; રસ્તા દેખાય, ડુંગર દેખાય, ઘર દેખાય, ઘણું દેખાય. પણ ભેંયરામાં પડેલાં પદાર્થો નહિ દેખાય. ક્યાંક ડુંગર કે ભીંતનું આવરણ હોય તે ય નહિ દેખાય. અને એ સૂર્યના પ્રકાશથી જે વસ્તુ જે રીતે હોય, તેમ ન પણ દેખાય.
પણ જગતના જે ભાવે જે રીતે રહ્યાં છે, તે ભાવોને તે રીતે દેખાડનાર કેઈ હોય તે તે પ્રભુ મહારાજાનું વચન જ છે. બીજાં દર્શનના વચને પણ ઘણું છે. પણ તે બધાં અધૂરાં છે, કોઈ કહે છેઃ આત્મા નિત્ય જ છે. બીજે કહે છેઃ આત્મા ક્ષણિક જ છે. ત્રીજે વળી કહે છે: પરક છે જ નહિ. કેઈ કહે છે નારક અને દેવે નથી. એક વળી કહે છેઃ આત્મા જ