________________
શ્રી નલિસૂત્રનાં પ્રવચન ત્યાં ગુરુમહારાજા કહે છે : હું તને બતાવીશ કે પરોપકારમાં અનેક ગુણે રહેલાં છે. એમાં મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યચ્યએ ભાવનાઓ છે. બીજા પણ અનેક ગુણે એમાં છે. એ હું તને પછી બતાવીશ. પણ પરોપકાર કરવાથી મેક્ષ મળે, એ નક્કી છે.
હવે મેક્ષ કેને કહેવાય? એનું સ્વરૂપ શું છે? પરમ આનંદ રૂપ આ મેક્ષમાં કાંઈ દુઃખ નથી, તેનું શું કારણ?
ત્યાં કહે છે? यन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनोतं च, तज्ज्ञेय परमं पदम् ।।
મેક્ષમાં એવું સુખ છે કે જે દુઃખથી કદી મિશ્રિત નથી. ત્યાંના સુખમાં દુઃખની જરા ય ભેળસેળ નથી.
સંસારના દરેક સુખ દુઃખથી મિશ્રિત છે. કેઈએ ખાવાનું સુખ માન્યું. ખાવામાં સુખ છે. પણ ક્યારે? ભૂખ લાગી હોય ત્યારે, નહિ તે નહિ. લાડુ ખાધો હોય ને પેટ ભરાઈ ગયું હોય, પછી કેઈ દૂધપાક આપે તે ખવાશે? નહિ ખવાય. કારણ ત્યારે ભૂખ નથી. તે પહેલાં ભૂખ લાગે, કયારે ઘરે જાઉં ને કયારે ખાઉં? એમ સુધાનું દુઃખ સહન કરે, પછી ઘરે જઈને ખાય, ત્યારે એને સુખ થાય. ખાધા પછી પણ મળમૂત્ર જવાની ચિંતા. તાવ આવે, માંદા પડીએ, અને કદાચ મરી જઈએ તે ય દુખ ને દુઃખ જ.
લક્ષ્મીનું સુખ માન્યું. પણ એમાં કેટલાં દુઃખ છે? પહેલાં તે એને મેળવવાનું દુખ. કેટલાં ય પ્રપંચ કરે,