________________
મિથિલા બળે એમાં મારે શું ?
એ ખણવાનો અવાજ સાંભળીને બાજુમાં દ્વિમુખ મુનિ હતાં, તેમને અત્યાર સુધી ખબર ન હતી, તે હવે ખબર પડી, એટલે તેઓ બેલ્યાં “તમે રાજ્ય છેડયું, કુટુંબ છેડયું, ઘરબાર બધું છોડી દીધું, તે ય હવે આ સળીને સંચય તમે શા માટે કરે છે? એ પણ તમારે ન કરવું જોઈએ.”
કરકંડૂ આ સાંભળે છે, પણ બેલતાં નથી. જવાબ નથી આપતાં.
તે વખતે પેલાં નમિરાજર્ષિ દ્વિમુખને કહે છે,–“તમે જ્યારે રાજા હતાં, ત્યારે તે તમે કેટલાય ગુનેગાર ને અપરાધીએની ભૂલ સુધારતાં હતાં. એને શિક્ષા પણ કરતાં હતાં. પણ હવે અત્યારે એ પારકી ભૂલ સુધારવાનું કામ શા માટે કરે છે? તમારે એની શી જરૂર?”
ત્યાં દ્વિમુખ પણ એમને જવાબ નથી આપતાં.
ત્યારે નગગતિ મુનિ નમિરાજર્ષિને કહે છે કેતમારે આવી પંચાતની શી જરૂર? તમે રાજપાટ બધું છેડીને આવ્યાં છે, ત્યાં ઘણી પારકી પંચાત કરી. પણ હવે એ પારકી પંચાત ને નિંદા શા માટે કરે છે ?
ત્યાં નમિરાજર્ષિ પણ એને જવાબ નથી આપતાં.
તે વખતે છેલ્લે કરકંડૂબેલે છે કે “આ બધાં કોઈના અહિત માટે નથી કહેતાં, પણ હિત માટે જ કહે છે.