________________
નારે પ્રભુ! નહિ માનું અવરની આણ બોધ કાંઈ નથી, છતાં ય માથું હલાવ્યા જ કરે છે, એની જેમ જિજ્ઞાસા ને રુચિ વગરના શ્રેતા પણ આમથી તેમ માથું ડેલાવ્યા કરે. એને સમજણ કશી ન પડતી હોય.. એ તે ઊંઘતો હોય. અને કેટલાંક તે એવાં હોય કે ઊંઘ, તે ય એનું પણ સમાધાન કરે.
એક આચાર્ય મહારાજ હતા. એ વ્યાખ્યાન કરે. પરખદા આખી સાંભળે. એમાં ગામના એક શેઠ પણ આવે. બરાબર મહારાજની સામે બેસે. પણ એમને કાયમ ઝોકાં. બહુ આવે.
એ જઈને આચાર્ય મહારાજ વિચાર કરે કે-આ શેઠ દરરોજ સામે બેસે છે ને ઝોકાં ખાય છે, એ બરાબર નથી. સામે બેસે ને ઝોકાં ખાય, એ વકતાને ફાવે નહિ. એને વ્યાખ્યાનની મઝા ઊડી જાય.
એક દહાડે મહારાજથી ન રહેવાયું. એમણે શેઠને પૂછી દીધું કેમ શેઠ! ઊંઘે છે કેમ ?'
તરત જ શેઠે કહ્યું : “ના સાહેબ ! ના, હું તે બરાબર સાંભળું છું.”
મહારાજે પૂછ્યું : “પણ આંખ તો પટપટાવે છે ને?
શેઠ કહેઃ “ના ના સાહેબ ! ઊંઘતે નથી. આંખ પટપટાવવાનું ય કારણ છે. ઓલી નિદ્રા રાંડ એવી છે ને, કે હું વ્યાખ્યાન સાંભળવા બેઠો છું તેની ય ખબર એને નથી પડતી. એ અહીંયા પણ આવી. એટલે મેં એને રોકવા માટે આંખના દરવાજા બંધ કર્યા. બાકી હું ઊંઘતે નથી.