________________
૧૯૮
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને વિચાર ન કરીશ. કદાચ એ યોગની આરાધના કરતો કરતે મરી જશે, તે પણ એ દુર્ગતિમાં નહિ જાય.”
ત્યારે એનું શું થશે? એ ક્યાં જશે ?
ત્યાં કહે છે કે જે સંસ્કાર જીવને આ ભવમાં હાય, એ જ સંસ્કાર એને ભવાંતરમાં ઉદયમાં આવે છે. એ અંગે વધુ પછી કહીશ. પણ એક વાત જ વિચારે કે જીવ જ્યારે જ હોય કે તરતજ એ ખાવાની–માતાને ધાવવાની–અભિલાષા કરે છે. એ એને કેણે શીખવાડ્યું? આ ભવમાં તે એને કેઈએ નથી શીખવાડયું, એ નક્કી છે. ત્યારે કહેવું પડશે કે “એને પૂર્વનાં સંસ્કાર છે.”
જીવને આહારના સંસ્કાર, આહારની સંજ્ઞા મુખ્ય છે. એ દઢ સંસ્કાર છે. અને દઢ સંસ્કાર સૌથી વહેલે ઉદયમાં આવે છે. આત્મા આહાર કામ કરે છે. અનાહારક-ભાવ એને કયાંય નથી. એક વિગ્રહગતિમાં એક, બે કે ત્રણ સમય એને અનાહારક ભાવ હોય, વધુ ન હોય. વધુ અનાહારકભાજ ક્યાં હોય છે? તે કેવલી સમુદ્દઘાતમાં ત્રણ સમય અનાહારક હોય. તે વખતે એને કોઈ જાતને આહાર ન હોય. અને અયોગી ભગવંતને ને સિદ્ધ ભગવાનને આહારસંજ્ઞા ન હોય. બાકી તે જીવને વીસે કલાક આહાર સંજ્ઞા છે જ. માટે જ જન્મતાવેંત એને ખાવાની ઈચ્છા થાય. માટે કીધું કે-જે જીવને જેવાં સંસ્કાર હોય, એવાં જ સંસ્કાર એને ઉદયમાં આવે છે.
ભગવતીસૂત્રમાં પંદરમા શતકમાં ગોશાળ મંખલ