________________
૨૩૪
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને. એ જ રીતે એક મા બાપના બે દીકરામાં જે બે ભેદ છે તે પણ પૂર્વ ભવના કર્મને લીધે જ છે. એથી પણ આત્મા નક્કી થાય છે.
એટલું જ નહિ, પણ જગતમાં તને જે વહાલામાં વહાલું હોય, એનું નામ આત્મા સમજ. લાંબી વાતની જરૂર નથી. તું ટુંકામાં આટલું સમજી લે. એ કઈ રીતે. સમજાય? તે તને દુનિયામાં વહાલામાં વહાલું કેણ છે? ધન વહાલું છે? પુત્ર વહાલે છે? શરીર વહાલું છે? ઇદ્રિયે વહાલી છે? કે પ્રાણુ વહાલે છે? આ બધામાંથી કેણ વહાલું છે? એ પહેલાં નક્કી કરી લે. એટલે બધું સમજાઈ જશે.
'वित्तात्पुत्रः प्रियः, पुत्रात् पिण्डः, पिण्डात्तथेन्द्रियम् । ન્દ્રિખ્ય શિયા: બા, બામ્યો િપ્રિયઃ પરઃ .'
પહેલું “જિ” જગતમાં માણસને ધન સૌથી પ્રિય છે. લક્ષ્મી બધાને વહાલી છે. એને માટે ઘરને, બૈરાંને ને. બધી વસ્તુને છોડીને માણસ પરદેશ જાય છે. ટાઢ, તડકા, વરસાદ, બધું સહન કરીને પણ લક્ષમી માટે એ પ્રભુનું ધ્યાન પણ મૂકી દે છે. માટે સૌથી વહાલું “ધન છે.
ત્યારે કહે છેઃ એનાથી કઈ વહાલું ખરું? તે કહેઃ હા, લક્ષમી કરતાંય પુત્ર વહાલે છે. ગમે તેટલું ધન હોય, પણ જે દીકરે માંદે પડ્યો હોય, એ બચે એવું ન હોય, તે ડેકટર-વૈદ્ય કહે કે ફલાણું દવા લાવવી પડશે, તે એ માટે લાખ રૂપિયા ખર્ચવા ય એ તૈયાર થાય છે. અમને.