________________
પ્રસનચંદ્ર પ્રણમું તમારા પાય
૨૪૩ એમને વિનય ને એમની શુશ્રષા તે હંમેશાં કરવી જોઈએ. એ જ વિનયનું ફળ છે.
અને એ ગુરુશ્રષાનું ફળ શું? તે ગુરુશુશ્રષાથી શ્રુતજ્ઞાન મળે. અને શ્રુત-જ્ઞાનનું ફળ શું? તે “જ્ઞાનસ્થ પરું વિરતિઃ–જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ એટલે વિરમવું, અટકવું. કોઈ પ્રાણીની હિંસા ન કરવી. કેઈ દિ અસત્ય ન બલવું. નહિ આપેલી વસ્તુ લેવી નહિ. જગતમાં કઈ વસ્તુ કાયમ નથી રહી, તે નહિ આપેલી વસ્તુ કેટલા દિવસ રહેશે? અને શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. કઈ જાતને પરિગ્રહ ન કરો. આનું નામ વિરતિ. એ જે જ્ઞાન હોય તે જ મળે. માટે જ્ઞાનનું ફળ વિરતિ છે.
અને વિરતિનું ફળ શું? “તે આશ્રવને નિષેધ. આશ્રવ એટલે કર્મની ખાળો. એને નિરાધ કરવાનું—એને બંધ કરવાનું સાધન વિરતિ છે. એનાથી અનાદિકાળનો કર્મબંધ શેકાઈ જાય. સંવર થાય.
અને સંવરનું ફળ શું? તે સંવરભાવ મળે ત્યારે આપણે તપશ્ચર્યા કરી શકીએ. એ તપશ્ચર્યા કેવી છે? અણુહારી જે મોક્ષ પદ છે, એની વાનગીરૂપ છે. મેક્ષમાં કેવું સુખ હશે, કે આનંદ હશે? એને થોડે આસ્વાદ તપશ્ચર્યામાં મળે છે. તપશ્ચર્યા ન હોય ત્યાં સુધી ઈનિદ્રાનો નિધ ન થાય. ગીતાજીમાં શ્રીકૃષ્ણ પણ કહ્યું છે કેઃ
વિષયો વિનિવર્તન્ત, નિરાદ્દારી નિઃ'