________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન યુદ્ધ ચાલુ જ છે. એમાં કેકવાર કર્મ બળવાન બને તે આત્માને ફેંકી દે. ને આત્મા બળવાન બની જાય તે કર્મને
એમ આ મન પણ અહીં બળવાન છે. એ પકડાતું પણ નથી. વાયુ જેવું ચંચળ છે. માટે કઈ રીતે એને પકડવું? એ તે કહો. વાતે કરવાથી શું વળે?
ત્યારે ત્યાં શ્રીકૃષ્ણ એને જવાબ આપે છે કે'असंशयं महाबाहो !, मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन च कौन्तेय, वैराग्येन च गृह्यते ॥'
હે કુન્તીપુત્ર અર્જુન ! તારી વાત સાચી છે. સંશય વિનાની છે. જ્યાં શાસ્ત્રાર્થ આવે, ત્યાં કેટલીક વાત બેટી. હોય તે “તારી વાત બેટી છે એમ કહી દઈએ. અધી વાત સાચી હોય તે સ્વીકાર કરીએ કે “ભાઈ ! તારી અધી વાત. સાચી છે. પણ અહીં તે કહે છે–અર્થ, તારી વાત સાવ સાચી છે. એમાં જરાય ખોટું નથી. મન વાયુ જેવું ચંચળ છે. બળવાન પણ છે.”
પણ એથી એમ ન સમજીશ કે એને નિગ્રહ ઈમ્પોસિબલ–અશક્ય છે. કારણ કે ગમે તેવું દુનિંગ્રહ મન હશે તે પણ પુરુષાર્થથી એને વશ કરી શકાય છે. પુરુષાર્થ એ એવી વસ્તુ છે કે એનાથી બધું જ બની શકે છે. જે. તારામાં સરસ અભ્યાસ હેય ને વૈરાગ્ય હોય, તે મન પણ કાબૂમાં આવી જાય. શું કહે છે? “તારી બધી વાત સાચી. પણ અભ્યાસ હેય તે મન જરૂર કાબૂમાં આવી શકે છે.”