________________
૨૨૪
શ્રી નંદિસૂત્રનાં પ્રવચનો સુખ અને આનંદ છે, એ સુખ ને એ આનંદ ચક્રવર્તીને ય નથી. માટે જ કીધું કે “ત્યાગમાં જે આનંદ છે, એ કયાંય નથી.
ચકવતિ રાજા છ છ ખંડને વહીવટ-રાજ્ય કરે છે. પણ જ્યારે એને વૈરાગ્ય થાય છે, ત્યારે ક્ષણવારમાં બધું છેડીને એ ચાલ્યા જાય છે. ત્યારે એને એમ ન હોય કે “આ બધા વહીવટને ઠેકાણે કરીને પછી જઉં.” અને એ જ્યારે પ્રવજ્યા લઈને બધું છોડીને નીકળે, ત્યારે એ શું કહેશે? "કરું વર્તી –હું ચક્રવર્તી રાજા છું એમ નહિ કહે. પણ કહું મિક્ષુ' ભિક્ષુ છું” એમ જ કહેશે. એ શું બતાવે છે? કે–ત્યાગમાં જે આનંદ છે, એ ભેગમાં નથી. એને “ભિક્ષુ કહેવામાં જે આનંદ છે, એ આનંદ, એ સંતેષ ને એવી મઝા એને ચક્રવર્તી કહેવામાં નહોતાં. અને એ મઝા જે ત્યાગમાં ન હતી તે હું ચક્રવતી છું”-ને બદલે હું ભિક્ષુ છું” એમ કહેવાનું મન પણ શેનું થાય ?
અને એ ત્યાગી પણ કે હવે જોઈએ? તે ઢોવ્યાપાદિતી' –લેકના વ્યવહારથી એને રહિત થઈ જવું જોઈએ. કુટુંબનાને સંસારના કેઈ વ્યવહારમાં એનું મન ન રહેવું જોઈએ. આ જે સંત છે, જે ત્યાગી છે. એને સુખ છે એવું કોઈને નથી.
એક મહાત્મા હતા. એ વિચરતાં વિચરતાં કોઈ ગામમાં ગયાં છે. સંધ્યા પડી ગઈ છે. એટલે મહાત્મા વિચારે છે કે