________________
૨૨૮ -
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને શું કરવા ભેગવે છે? આ બધું છેડી દે. ને મારી જેમ સંસારના ભેગ ભેગ. પરલોક જેવું કાંઈ છે જ નહિ.”
ત્યારે મહાત્માએ કહ્યું: “ભાઈ ! તે કીધું એ બરાબર છે. પણ હું તને એક વાત પૂછું છું કે “સુખ અને દુખ શું છે? એ વાતને મને જવાબ આપ.
પિલે કહેઃ એ તે મને ખબર નથી. તમે જ કહોને.”
એટલે મહાત્માએ કહ્યું: “જે ભાઈ! જેણે જેમાં આનંદ માજો, એને એમાં સુખ મળે. કેઈએ બાસુદી ખાવામાં આનંદ માળે, તે એને એમાં જ સુખ છે. કોઈએ લાડવા ખાવામાં આનંદ મા, તે એ લાડવા ખાઈને સુખ મેળવશે. કોઈને બીડી પીવાની ટેવ હોય તે એ બીડી પીએ તે જ એને આનંદ મળે છે. એવી રીતે તે આ રૂપમાં, રસમાં,. ગંધમાં સ્પર્શમાં ને શબ્દમાં આનંદ માળે, તે એમાં સુખ મળે છે. તે એ જ રીતે મેં ત્યાગમાં, પ્રભુભક્તિમાં ને ઉપદેશ આપવામાં જ આનંદ માળે, માટે મને ય સુખ છે. બેલઆ બરાબર ને? તે પહેલી વાત કબુલ કર કે “ત્યાગમાં દુઃખ નથી.”
કબુલ'. પેલાએ એ વાત કબુલ કરી.
એટલે મહાત્માએ આગળ કીધું કે હવે હું તને પૂછું, તેં કીધું કે “પરલેક નથી. તે “એ નથી” એવું તે નકકી કર્યું છે ?'
પેલાએ કહ્યું: “ના, મેં નક્કી નથી કર્યું.