________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ત્યારે એ ખબર પડે ખરી કે આને છઠ્ઠ ગુણઠાણું
ફરહ્યું છે?
હા, ખબર પડે જ. જેને એ ગુણઠાણું ફરહ્યું હેય. એના ગુણે, એનું આચરણ ને એની પરિણતિ જ એ વસ્તુ બતાડી દે છે કે આને આ ગુણઠાણું પરિણમ્યું છે–
ગુણઠાણની પરિણતિ જેને, ન છીપે ભવજંજાળે,
રહે શેલડી ઢાંકી રાખી, કેતે કાળ પળે? ધન્ય તે....” તમે શેલડીને ગમે તેટલીવાર પરાળથી દબાવીને રાખે, પણ એ તે એ પરાળને પણ હટાવીને ઊંચી આવવાની જ છે. એમ જેનામાં છઠ્ઠ ગુણઠાણું આવ્યું છે, ત્યાગવૃત્તિ આવી છે, એ છાનું નથી રહેતું. એના વચન ને એના ગુણે એ બધાં ઢાંકયાં ન રહે. એ કહી જ દે કે આને છઠું ગુણઠાણું છે. આવાં છઠ્ઠાં ગુણઠાણામાં જ જીવને સર્વવિરતિભાવ હોય. એ માટે જ કીધું કે-પાંચમા ગુણઠાણ સુધી તે અવિરતિ છે, અને એ કર્મબંધનું કારણ છે.
પછી કષાય. એ દશમા ગુણઠાણું સુધી રહે. દ્વેષ વહેલે જાય. પણ રાગ-લેભ બહુ ચીકણે છે. એ દશમા સુધી પડ રહે. જીવ જ્યારે શ્રેણિ માંડે ત્યારે લેભકષાયના અપૂર્વ સ્પર્ધકે કરે. એની બાદર કિટ્ટીઓ કરે. એનું સ્વરૂપ બહુ ઝીણું-કઠણ છે. એ અત્યારે કહેવાય નહિ. પણ એ બધું કરે ત્યારે દશમે ગુણઠાણે લેભ નાશ પામે કે અહીંથી ભાગે. હવે અહીં આપણું કામ નથી.