________________
કમબંધના ચાર કારણો
૧૬ તે શ્રાવક હોય, તે ય એને થો–અનુમોદના એટલે પણ-અવિરતિભાવ હોય છે. માટે અવિરતિભાવ પાંચમાં ગુણઠાણ સુધી શેડો હોય, અને છઠ્ઠ ગુણઠાણે સંપૂર્ણ સર્વવિરતિભાવ હેય.
એક શ્રાવક દેશવિરતિના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનકવાળે હોય;– દેશવિરતિના અધ્યવસાય સ્થાનક અસંખ્યાતા છે, અને મુનિના ચારિત્રના અધ્યવસાયસ્થાનસંયમસ્થાન પણ અસંખ્ય છે–એમાંથી સર્વવિરતિનું જઘન્યમાં જઘન્ય સંયમસ્થાન હોય, તે પણ એ દેશવિરતિના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનક કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળું છે. માટે જ કહ્યું કે ગમે તેવું, પણ ચારિત્ર કયાં છે?—
છઠ્ઠ ગુણઠાણું ભવ અડવી, ઉલ્લંઘન જેણે કરિયું, તાસ સૌભાગ્ય સકળ મુખ એકે, કિમ કરી જાયે કહિયું ધન્ય તે મુનિવર છે, જે ચાલે સમભાવે..”
છઠ્ઠ ગુણઠાણું કેવું છે? તે આ સંસારરૂપી અટવીને ઉલંઘન કરાવનારું પરમાત્માનું એ છઠ્ઠ ગુણઠાણું છે. ત્યાં તે ધર્મધ્યાન કરતાંયે આર્તધ્યાનની મુખ્યતા છે. છતાં એ ગુણઠાણું જેને છેડે વખત પણ ફરસ્યું છે, થેડે વખત પણ જેના પરિણામમાં એ આવી ગયું છે, એનું જે સૌભાગ્ય અને ઉત્તમતા છે, એ બધાં મેટે કહીએ, તેય ન કહીં
શકાય.