________________
૧૬
શ્રી નંદિમૂત્રના પ્રવચન આ સંસારમાં દુઃખના જે ઢગલાંના ઢગલાં પડયાં છે, અને જે નવાં આવવાના છે, એને તેડવાના આ ત્રણ સાધનો છે. માટે જ કહ્યું કે ભાષા પણ નિરવ બોલજે. સત્ય બેલજે. ને મીઠું લાગે તેવું બોલજે. એ પણ મિત પ્રમાણે પેત-બોલજે. પણ જેમ આવે તેમ લવારા ન કર્યા કરીશ.
આ બધું કઈ રીતે પળાય ? જયણા પણ ક્યારે કરી શકાય ? ત્યાં કીધું છે કેઃ
पढम नाणं तओ दया. एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किं वा नाहीइ छेयपावगं ।
પહેલું જ્ઞાન હશે તે જ દયા પળાશે. આ જીવ છે કે અજીવ? એની તને ખબર નહિ હોય તે તું દયા કયાંથી પાળીશ? “આ જીવ છે. એને પરિતાપ થાય, દુઃખ થાય, ત્રાસ થાય, માટે એની વિરાધના મારાથી ન કરાય. અને આ લાકડું અજીવ છે. એની પણ વિરાધના મારે ન કરાય. કદાચ એની નીચે કઈ જીવ જંતુ હોય તે એની પણ વિરાધના થઈ જાય.' જીવાજીવનું આવું જ્ઞાન હોય તે જ દયા પળાય. માટે જ પહેલું જ્ઞાન બતાવ્યું, પછી દયા કહી. - જ્ઞાન હશે તે દયા પળાશે, દયા હશે તે સંયમ પળાશે, ને સંયમ હશે તે જ યતના પળાશે. અને તે જ તું કર્મો પણ ખપાવી શકીશ. માટે પહેલી જ્ઞાનદશા જીવને જોઈએ. પછી ક્રિયા કીધી છે. પણ “જ્ઞાનવ્યિાં મોક્ષ