________________
નારે પ્રભુ ! નહિ માનું અવરની આણુ
૯૫
જેના હૃદયમાં છે, એવાં શ્રાવકા-શ્રોતાએ દેખાય છે. એ ભલે ક્રિયાકાંડ અલ્પ કરે, પણ એના હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા ભરી છે. અને ‘સુધી’ કહેતાં બુદ્ધિશાળી વક્તા પણ અત્યારે દેખાય છે. માટે હે પ્રભુ! આ કલિયુગમાં પણ તારું શાસન જયવતું વર્તે છે.
અને અમને તે સતયુગ કરતાંય આ કલિયુગ ઘણા સારો છે, કે જ્યાં અમને તારાં પ્રવચનની શ્રદ્ધા મળી છે. જ્યાં આછા કાળમાં પણ વધુ કમ ખપાવીએ છીએ. વધુ લાભ લઈ શકીએ છીએ. માટે અમારે તે કલિયુગ જ
વધારે સારા છે.
અહી શ્વેતાને 'શ્રાદ્ધ:’–શ્રદ્ધાવાળા કીધા છે. તું ભલે ક્રિયાકાંડ વગેરે ઓછું કરજે, પણ પ્રભુના વચનના અખંડ રાગ ભવાભવ માગતે રહેજે. એને ભૂલીશ નહિ. એની શ્રદ્ધા ન છેાડીશ. કારણકે આ જગતમાં પ્રભુના પ્રવચન જેવુ' કાઈ પ્રવચન નથી. હેમચન્દ્રસૂરિ મહારાજ મેલ્યાં
છે કેઃ :
हितोपदेशात् सकलज्ञक्लृप्ते - मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरार्थेष्वविरोधसिद्धे स्वदागमा एव सतां प्रमाणम् ॥
ઘણાં વર્ષો પહેલાં એકવાર પૂનાની ડેક્કન કેાલેજમાં એના પ્રિન્સિપાલ હેમચન્દ્રસૂરિ મહારાજ માટે “પ્રવચન આપતાં મેલ્યાં હતાં કે વિદ્યાથી આ ! જેને માટે હું તમને કહેવા ઊભા થયા છુ, તેમને તમે કાઈ સપ્રદાયના ન માનશે!. એ તેા જગતના મહાપુરુષ છે.’