________________
સજજન અને દુર્જનને તફાવત
૧૦૩ પિતાના કામની સાથે એ પોપકારમાં પણ ઉદ્યમવાળા હોય. માટે એમને મધ્યમ કોટિમાં–બીજી કટિમાં–કહ્યાં છે.
ત્રીજા–જગતમાં એવાં પણ પુરુષ છે, જે પિતાના સ્વાર્થ માટે ગમે તેનું કામ બગડે, તે ય એને વિચાર નથી કરતાં. “મારું પાંચ કેડીનું એક દેઢિયાનું કામ છે, ને પારકાનું હજારનું કામ છે. મારાં આવાં કામ માટે એનું હજારનું કામ બગડશે, એથી એને કેટલું દુઃખ થશે ? એને વિનાશ થશે.” એ વિચાર એ ન કરે. ત્યારે પિતાના સ્વાર્થ માટે પારકાનું ગમે તેવું હિત હોય, તેને નાશ કરે, એના હૃદયમાં કેટલી નિર્દયતા ને નિષ્ફરતાના પરિણામ હશે?
આ જગતમાં બધી જાતના જ છે. પણ એમાં આ અને શાસ્ત્રમાં કેવા કીધાં છે? તે એમને ભલે મનુષ્યની આકૃતિ છે. પણ જ્ઞાનીઓ કહે છે કે એને અમે મનુષ્યમાં રાક્ષસ કીધાં છે.
અને ચોથે એક વર્ગ એ પણ છે કે જેને પોતાને સ્વાર્થ કાંઈ જ નથી, તે પણ પારકાનું બૂરું ચિંતવવું, પારકાં ઘરના નળિયા ગણવા, ને પારકાનું ખરાબ કરવું, એ જ એક ટેવ પડી હોય છે. આ કેવાં છે? પિતાને સ્વાર્થ હોય તે ઠીક, પણ એ ન હોય તે ય એ પારકાનું બગાડે છે, એને કઈ ઉપમા આપવી?
ત્યાં શાસ્ત્રકારો કહે છે કે એને માટે અમારી પાસે કઈ જ શબ્દ નથી. જેને એક જ ધંધો છે, પારકાની નિંદા અને ચુગલી જ કરવી, એ રાક્ષસે કરતાં પણ ભૂંડા છે,