________________
૧૨૨
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન यत् प्रातस्तन्नमण्याने यन्मध्याह्न न तन्निशि । निरीक्ष्यते भवेऽस्मिन् हि, पदार्थानामनित्यता ।।
સવારે જીવ આનંદ કરતે દેખાશે, પણ બપોરે જુએ તે કાંઈ ન હોય. બપોરે આનંદ કરતે હોય, ને સાંજે એ મરી જાય છે. હાર્ટ ફેઈલ થઈ જાય છે. સવારે કાંઈ ન હોય ને સાંજે કહે તે સટ્ટામાં લાખ રૂપિયા હારી જાય. એટલે જે સવારે છે, તે સાંજે નહિ દેખાય. આમ આ સંસારમાં સ્ત્રી, કુટુંબ, ને લક્ષમીની અનિત્યતા આ ભવમાં જ દેખાઈ આવશે.
પેલી લાંબી કાકડી પણ આપણને બોધ આપે છે. એ કડવી હોય છે. પણ એને કાપીને, ફીણને એક પતીકું કાઢી નાખે તો એ મીઠી લાગશે. એમ લક્ષ્મી પણ કહે છે કે–તે અઢારે પાપસ્થાનક સેવ્યાં ત્યારે હું આવી છું. અને હું તે કડવી છું. માટે તું મને ફીણીને એક પતીકું -દાન કરીશ, તે હું મીઠી થઈને રહીશ. નહિ તે હું તે કડવી વખ છું.
માટે આવાં દાનના સંસ્કાર માટે મેહને ત્યાગ કરે જ જોઈએ. કૃપણુતાને નાશ કરે જ જોઈએ. તે જ હૃદયમાં મહાન આશય-વિશુદ્ધિ આવે. અને તે જ પરેપકાર થાય.
ગશાસનું વાંચન જ્યાં થાય છે, ત્યાં મહાશ્રાવકને અધિકાર આવે છે. કલિમહાસંર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજા કુમારપાળને પરમહંતુ કહેતા હતાં, ત્યાં -