________________
વાધા તાપમ ગુખ તિ
इह सर्वेणैव० ॥
ગ્રંથકાર મહારાજા આ નંદિસૂત્રની પ્રસ્તાવના બાંધતા કહે છે કે–આ શા માટે અને કેમ કરવું જોઈએ? આ શાસ્ત્ર કરવાનું પ્રજન શું? એ પ્રોજન બતાવતાં વચમાં સંસારનું સ્વરૂપ બતાવ્યું કે-આ સંસાર દુઃખમય છે. એ દુઃખમાંથી છૂટવા માટે જીવ મેક્ષની અભિલાષા કરે છે. પણ એ મેક્ષ મળે કયારે? તે મેક્ષ મેળવવા માટે જીવે પરોપકારમાં યત્ન કરવા જોઈએ. અને પડકાર કયારે થાય ? હૃદયની મહાન ઉદારતા હોય, આશયની નિર્મળતા હોય, ત્યારે જ જીવ પરોપકાર કરી શકે છે. અને તે જ એને મોક્ષ મળે છે. આ પછી મોક્ષનું સ્વરૂપ પણ બતાવ્યું કે
यन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं च, तज्ज्ञेयं परमं पदम् ।।
પરમપદની વ્યાખ્યા હરિભદ્રસૂરિજી મહારાજાએ, અષ્ટક પ્રકરણ નામના ગ્રન્થમાં આ કરી છે. ઉપનિષદમાં ને વેદમાં પણ એ જ વ્યાખ્યા છે. તેમાં કહે છે કેઃ જે દુઃખથી મિશ્રિત નથી, જે મલ્યાં પછી પાછું ચાલ્યું જવાનું નથી,